Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»શેરબજારમાં ટિપ્સ મેળવવા જતા લોકો ફસાય છે ૧૫૦૦ કરોડનો કૌભાંડી હનિફ શેખ દુબઈમાં હોવાની શંકા
    India

    શેરબજારમાં ટિપ્સ મેળવવા જતા લોકો ફસાય છે ૧૫૦૦ કરોડનો કૌભાંડી હનિફ શેખ દુબઈમાં હોવાની શંકા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જાેતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જાે બજાર વિશે વધારી જાણકારી ન હોય તો એક્સપર્ટ્‌સ પાસેથી ટિપ્સ મેળવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે અને આવા લોકો ખાસ કરીને કૌંભાડીઓના જાળમાં ફસાઈ જાય છે. તાજેતરના એસએમએસ સ્ટોક ટિપ કૌભાંડે ભારે ચર્ચા જગાવી છે. જેનો માસ્ટર માઈન્ડ બીજાે કોઈ નહીં પણ ગુજરાતનો જ હનીફ શેખ નામનો વ્યક્તિ છે. અહેવાલ અનુસાર તે ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયો હોવાની માહિતી મળી છે. તે હાલમાં દુબઈમાં હોવાનું મનાય છે જ્યાં તે એશ કરી રહ્યો છે.
    માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને ૧૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ છે. છેલ્લા ૪ વર્ષમાં સૌથી મોટાપમ્પ-એન્ડ-ડમ્પશેરમાર્કેટનું સંચાલન કરનારા રેગ્યુલેટર સેબીના રડાર પર હતા. આ સંપૂર્ણ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ હનીફ શેખ હોવાનું મનાય છે અને તે ભારતથી ફરાર થઈ ગયો છે. હાલમાં તે દુબઈમાં એશો આરામની જીંદગી જીવી રહ્યો છે. સેબીની નજર ૨૦૧૯થી હનીફ શેખ પર હતી. નોટિસ, સમન્સ મોકલ્યા છતાં પણ તેને ટ્રેક ન કરી શકાયો. સેબીની તપાસ ટીમ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે હનીફ શેખનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જાેઇને એવું લાગે છે કે તે દુબઇમાં છે. તપાસકારો માને છે કે હનીફ શેખે માર્કેટ મેન્યુપ્યુલેશન એટલે કે હેરાફેરી કરીને ૧૦૦૦થી ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે સંપત્તિ ઊભી કરી હતી. તે એવી સેંકડો સંસ્થાઓની પાછળ ભૂમિકા ભજવતો હોવાનું મનાય છે જે ૫૦થી ૭૦ કંપનીઓના શેરોની કિંમતમાં પમ્પ-એન્ડ-ડમ્પકરતી હતી. તપાસકારોનું માનવું છે કે શેખ તેની સંપત્તિનો મોટો હિસ્સો હવાલા ચેનલોના માધ્યમથી દુબઈ મોકલી ચૂક્યો છે.
    હનીફ શેખનું નેટવર્ક ઓછી સમજ ધરાવતા રોકાણકારોને આકર્ષિત કરવાનું કામ કરતું હતું. તેના માટે તે બલ્કએસએમએસઅને વેબસાઈટની મદથી સ્ટોક ટિપ્સને સર્ક્‌યુલેટ કરતો હતો. તેના પછી જ્યારે શેરોમાં રોકાણકારો ઘૂસે તો અનેક મુખ્ય સંસ્થાનોની મદદથી પોતાનો હિસ્સો વેચી નીકળી જતો હતો. સેબીની તપાસમાં જાણ થઈ કે શેખએ ઝેરોધાઅને આઈસીઆઈસીઆઈસિક્યોરિટીઝ જેવી મુખ્ય ઈક્વિટી બ્રોકિંગ કંપનીઓ સાથે મેળખાતી ફેક એસએમએસઆઈડીબનાવી હતી અને નાના રોકાણકારોને આકર્ષવા માટે ‘બ્યુ’ની ભલામણો સાથે બલ્કએસએમએસમોકલતો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Jammu Police દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર, લોકોને સતર્ક રહેવાની અપીલ

    May 10, 2025

    Indian Army Press Conference: કર્નલ સોફિયાએ MEA પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- PAK દ્વારા કરવામાં આવેલા બધા હુમલા નિષ્ફળ ગયા

    May 10, 2025

    PIB fact check: પાકિસ્તાને ભારતીય પાયલટને પકડ્યો? ફાઈટર જેટ ક્રેશ થયો? PAКના 3 દાવાઓ, PIB ફેક્ટ ચેક દ્વારા પોલ ખોલી

    May 10, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.