બિહાર વિધાનસભામાં ભારે હંગામો થયા બાદ માર્ચ નિકાળી રહેલા ભાજપ નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં એક ભાજપ નેતાનું મોત થયું છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે, પટણાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો.. લાઠીચાર્જમાં જહાનાબાદનગરમાં ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થયું છે. પોલીસ લાઠીચાર્જમાં વિજયને ઈજા પહોંચી હતી, ત્યારબાદ તેમને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા, જાેકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. દરમિયાન ભાજપે બિહાર સરકારની હત્યારી કહી છે.
ભાજપના ધારાસભ્ય સંજીવ ચૌરસિયાએ કહ્યું કે, જહાનાબાદના મહામંત્રીનું મોત નહીં પરંતુ હત્યા થઈ છે અને આ હત્યા બિહાર સરકાર દ્વારા કરવામાં આવી છે.ભાજપ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, પોલીસને લાઠીચાર્જ કર્યો. ત્યારબાદ વિજય કુમાર નીચે પડી ગયા. તબિયત બગડી ગઈ. તેમને હોસ્પિટલ લઈ જવાયા, પણ બચાવી ન શકાયા.આ અગાઉ ગુરુવારે ગૃહમાં જાેરદાર હંગામો થયો. શિક્ષકોની નિમણૂકનો મુદ્દે ઉઠાવતા સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વાંકયુદ્ધ શરૂ થઈ ગયું… ભાજપના સભ્યોએ વેલમાં પહોંચી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને પ્રદર્શન કર્યું… ત્યારબાદ વિધાનસભામાંથી ભાજપના ૨ ધારાસભ્યોને માર્શલ આઉટ કરવામાં આવ્યા… ત્યારબાદ રેલી નિકાળી રહેલા ધારાસભ્યો અને નેતાઓ પર પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો.
વાસ્તવમાં ભાજપે ગુરુવારે નિતિશ સરકાર વિરુદ્ધ વિધાનસભા માર્ચ યોજવાનો ર્નિણય કર્યો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો શરૂ કીર દીધો. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બરતરફ કરવાની માંગણીએ જાેર પકડ્યું. ભાજપેભ્રષ્ટાચાર, રોજગાર અને શિક્ષક નિમણૂક પર સવાલ ઉઠાવ્યા અને ગૃહની વેલ સુધી પહોંચી ગયા.ત્યારબાદ સ્પીકરના આદેશ પર ભાજપના ધારાસભ્ય જીવેસ મિશ્રા અને શૈલેન્દ્રને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા. બંને ધારાસભ્યોને માર્શલ ખેંચીને બહાર લઈ ગયા… બંનેએ સ્પીકર પર આરોપ લગાવ્યો કે, તેઓ સત્તા પક્ષ માટે એકતરફી કાર્યવાહી કરી રહ્યા છે.
ત્યારબાદ બાદમાં વિપક્ષના નેતા વિજય કુમાર સિંહાના નેતૃત્વમાં ભાજપના તમામ ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું.ગૃહની બહાર આવ્યા બાદ ભાજપ ધારાસભ્યો પહેલા ધરણા પર બેઠા અને પછી ગાંધી મેદાન જવા માટે નિકળી ગયા. ત્યારબાદ ભાજપના ધારાસભ્યો ગાંધી મેદાનથી વિધાનસભા સુધી રેલી કાઢવાની શરૂ કરી. આ દરમિયાન પોલીસે ડાગ બંગલા ચોક પાસે ભાજપ નેતાઓ પર લાઠીચાર્જ કરી દીધો.બિહાર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ભાજપ નેતાઓને વેરવિખેર કરવા માટે સુરક્ષા કર્મચારીઓએ મોરચો સંભાળ્યો અને પાણીનો મારો, ટીયર ગેસના ગોળા છોડાયા ત્યારબાદ લાઠીચાર્જ કરાયો.