Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»વેદાન્તા સાથેના કરારને તોડવાની જાહેરાત ગુજરાત સરકારને મોટો ફટકો, દિગ્ગજ કંપનીએ હાથ પાછા ખેંચ્યા
    Gujarat

    વેદાન્તા સાથેના કરારને તોડવાની જાહેરાત ગુજરાત સરકારને મોટો ફટકો, દિગ્ગજ કંપનીએ હાથ પાછા ખેંચ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત ઈલેક્ટ્રિક વાહનો અને અન્ય ચીજવસ્તુના ઉપયોગમાં લેવામાં આવતા સેમિકન્ડક્ટરની દિશામાં હરણફાળ ભરવા માંગે છે. પરંતુ ભારત સરકારના આ સપનાને બ્રેક લાગી છે. મેકન્ડક્ટરની મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે વેન્ડાટા સાથેના કરારને તોડવાની જાહેરાત કરી છે. આ સાથે ગુજરાતને પણ ઝાટકો લાગ્યો છે.જાહેર છે કે, ગયા વર્ષે વેદાંતા અને ફોક્સકોને મળીને ગુજરાતમાં ઇં૧૯.૫ બિલિયનના રોકાણ સાથે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જેને લઈને ગુજરાત સરકારને ભારે આવક અને મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળવાની આશા સેવાઈ હતી. ફોક્સકોનના ર્નિણયથી ભારત સરકારની સાથ ગુજરાત સરકારને પણ ફટકો પડ્યો છે.

    ફોક્સકોને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ફોક્સકોન વેદાંતની સંપૂર્ણ માલિકી હક ધરાવતી કંપનીએ પોતાનું નામ હટાવવાની દિશામાં કામ કરી રહી છે. ફોક્સકોને કહ્યું હતું કે, કંપનીએ વેદાંત સાથેના સંયુક્ત સાહસમાં આગળ ન વધવાનો ર્નિણય કર્યો છે.હજી ગયા વર્ષે જ જ્યારે વેદાંત તરફથી ખુલાસો આવ્યો ત્યારે એવું લાગ્યું કે તે પ્રોજેક્ટ ચલાવી રહી છે. બાદમાં કંપનીએ સ્પષ્ટતા કરી કે, તે વલ્કન ઇવેન્ટ પ્રોજેક્ટને આગળ લઈ રહી છે. ગયા અઠવાડિયે, શેરબજારના નિયમનકાર સેબીએ વેદાંતને દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. સેબીએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા એવું દેખાડવામાં આવ્યું હતું કે, કંપનીએ ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે જે નિયમોનું ઉલ્લંઘન છે. ગત શુક્રવારે વેદાંતે કહ્યું હતું કે, તે જાેઈન્ટ વેંચરની હોલ્ડિંગ કંપનીને હસ્તગત કરશે જેણે સેમિકન્ડક્ટર બનાવવા માટે ફોક્સકોન સાથે જાેડાણ કર્યું હતું. કંપનીએ કહ્યું હતું કે, તે વલ્કન ઇન્વેસ્ટમેન્ટ્‌સ પાસેથી ડિસ્પ્લે ગ્રાસ મેન્યુફેક્ચરિંગ વેન્ચર પણ હસ્તગત કરશે.

    ગયા વર્ષે અનિલ અગ્રવાલની વેદાંતાએ ફોક્સકોન સાથે મળીને ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ સ્થાપવાનું નક્કી કર્યું હતું. વેદાંતા જૂથને સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર તરફથી નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી જેમાં કેપિટલ એક્સપેંડિચર (મૂડી ખર્ચ) ઉપરાંત સસ્તી વીજળી પૂરી પાડવાની મંજૂરી પણ આપવામાં આવી હતી.ફોક્સકોને કહ્યું હતું કે, કંપનીને ભારતની સેમિકન્ડક્ટર ડેવલપમેન્ટ પ્લાનની દિશા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અને કંપની ભારત સરકારના મેક ઈન ઈન્ડિયા લક્ષ્યોને સંપૂર્ણ સમર્થન આપે છે અને સ્થાનિક ભાગીદારી દ્વારા હિતધારકોની જરૂરિયાતોને પૂરી કરશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version