ગુજરાતના માથેથી સફેદ કલંક હટવાનું નામ જ લેતું નથી. છાશવારે ડ્રગ્સ સહિતના પદાર્થો ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાતા ચકચાર જાગી છે. પોલીસે રોશન નગરમાંથી સ્ડ્ઢ ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. જેની વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર વડોદરા જિલ્લામાં વકરતા ડ્રગ્સના દુષણને નાથવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ર્જીંય્ પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ વેળા ડ્રગ્સ મામલે પોલીસને કાને વાત પડી હતી. જેને લઈને કારેલીબાગ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ વેળાએ સાજીદ અલી પઠાણ નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. જેને લઈને પોલીસે તેની તલાશી હાથ ધરતા આરોપી સાજીદ અલી પઠાણના કબ્જામાંથી ૫૪.૨૨ ગ્રામ સ્ડ્ઢ ડ્રગ્સ મળી આવ્યું હતું. જેને લઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આથી ર્જીંય્ પોલીસે ૫.૪૨ લાખની કિંમતના ડ્રગ્સ આ જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
પોલીસે અન્ય મુદામાલ સહિત ૫ લાખ ૭૭ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ દ્ગડ્ઢઁજી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. વધુમા ડ્રગસનો આ જથ્થો ક્યાથી અને કેવી રીતે આવ્યો? વધુમાં આ પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે. તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે માદક દ્રવ્યોના ઉપયોગથી થતી વિનાશક અસરો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે ૨૬ જૂનના રોજ ડ્રગ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાન અનેક કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. ત્યારે ડ્રગ્સ ડેના દિવસે જ વડોદરામાંથી ડ્રગ્સ ઝડપતા ચર્ચા જાગી છે. મહત્વનું છે કે ગઈકાલે કમલાનગર આજવા રોડ પાસેથી એક મહિલાને માદક પદાર્થ ગાંજાે અને અન્ય વસ્તુ મળી કૂલ રૂ. ૧,૯૪,૨૦૦/- ની મત્તા સાથે વડોદરા શહેર ર્જીંય્ ઝડપી પડી હતી.