મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો, ૨ દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક મુસાફરો મનાલી-કેદારનાથમાં ફસાઈ ગયા છે. આ દરમિયાન મનાલી કુદરતી આફતમાં ફસાયેલા વડોદરાના પરિવારે ત્યાની સ્થિતિ અને પોતાની આપવીતી જણાવી છે. વડોદરા શહેરના મકરપુરામાં રહેતા પરિવારે કહ્યું કે, તેમણે ૫૨ કલાક કારમાં જ વિતાવ્યા હતા. નોંધનિય છે કે, મનાલીમાં ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં પરિવાર ફસાયો હતો. જાેકે ૨ દિવસ બાદ સલામત બહાર નીકળતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
મનાલી કુદરતી આફતમાં વડોદરાનો પરિવાર ફસાઈ ગયો હતો. આ તરફ ભારે વરસાદ વચ્ચે તેમણે ૫૨ કલાક કારમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, મનાલીમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને લઈ પરિવાર ફસાયો હતો. જાેકે હવે તોફાન શાંત થતા બે દિવસ બાદ સલામત બહાર નીકળતા પરિવારે આપવીતી કહી છે.
અમે લોકો સતત કારમાં બેસી રહ્યા હતા, અમે ચાર લોકો અને ડ્રાઈવર અને સામાન આ બધુ કારમાં જ હોઇ પગ પણ સીધા નહોતા કરી શકતા. કારમાં આટલા બધા કલાક કાઢવા બહુ જ મુશ્કેલીનું કામ હતું. બહાર સતત વરસાદ અને ઠંડી પણ ખૂબ હોય ડર પણ બહુ લાગતો હતો. અમારાથી ૫૦ મીટર દૂર પથ્થર પડી રહ્યા હતા. આ બધુ જાેઈ વધુ બીક લાગતી હતી.
પરિવારના મોભીએ જણાવ્યું કે, અમે કલાકોથી કારમાં બેસ્યા હતા એટલે ચિંતા તો થતી હતી. આ સાથે ત્યાં હાજર પોલીસકર્મીઓએ પણ કહ્યું હતું કે, એકવાર વરસાદ બંધ થઈ જાય તો વધુમાં વધુ ૪ થી ૮ કલાકમાં બધાને નિકાળી દેશે. તેમણે ઉમેર્યું કે, ગામવાળાઓએ પણ ઘણો સ્પોર્ટ કર્યો. તેમણે બધા માટે જમવાની વ્યવસ્થા પણ કરી લીધી હતી.