ચોમાસાની સીઝન સમગ્ર ભારતમાં આવી ચુકી છે અને ક્યાંક લોકો વરસાદની મજા લઈ રહ્યા છે, તો અમુક લોકો માટે વરસાદ આફત બની છે. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર વરસાદ સાથે જાેડાયેલ અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આપને અમુક લોકો વરસાદમાં ડાંસ કરતા જાેવા મળશે, તો કોઈક ફસાયેલા જાેવા મળશે. આ દરમ્યાન યૂપીના કાનપુરમાં વરસાદનો એવો નજારો જાેવા મળ્યો કે લોકો હસવાનું રોકી શકતા નથી. એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે યુવક બાઈક પર ન્હાવા પર નીકળ્યા છે. ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ @puuneªbhhatiya પણ હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, આ વીડિયોમાં બે યુવક બાઈક પર નીકળી વસાદમાં ન્હાવા નીકળ્યા હતા. પણ સૌથી મજેદાર વાત એ છે કે, તે વરસાદમાં ન્હાવા આવ્યા કેમ કે તેમણે શરીર પર સાબુ લગાવેલો હતો.
વીડિયો કાનપુરનો છે, કેમ કે ગાડીનો નંબર યૂપી ૭૮ છે, જે યૂપીના કાનપુરનું રિજસ્ટ્રેશન નંબર છે. વીડિયોમાં બંને યુવકે પોતાના શરીર પર સાબુ લગાવ્યા છે, જેનો સફેદ ફીણ તેમના શરીર પર દેખાઈ રહ્યા છે. આખા શરીર પર સાબુના ફીણ છે. તે વરસાદમાં બાઈક લઈને નીકળ્યા પડ્યા હતા. બાઈક પર તેઓ સ્નાન કરી રહ્યા હતા. લોકો તરફ જાેઈને હસી પણ રહ્યા છે. ખૂબ મસ્તી કરી રહ્યા છે. તેમનો આ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. ઘણા લોકો તેમની મજાક પણ બનાવી રહ્યા છે. વીડિયોમાં ૧૪ લાખથી વધારે વ્યૂજ મળી ચુક્યા છે. જ્યારે કેટલાય લોકોએ કમેન્ટ કરી પ્રતિક્રિયા આપી છે. એકે કહ્યું કે, મુસ્કુરાઈએ આપ યૂપીમાં હૈ. બીજાએ લખ્યું કે, યૂપી પોલીસ સેવા જલ્દ આયેગી. એક શખ્સે તો પોલીસને ટેગ કરીને લખ્યું કે, આમના પર કાર્યવાહી થવી જાેઈએ.