કોર્ટ બિલ્ડીંગના સ્થળાંતર મુદ્દે તમામ વકીલો એક સૂર થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. સુરત મધ્ય અઠવાલાઈન્સ કોર્ટને જીઆવ-બુડિયા તરફ લઈ જવા સરકારે જમીન ફાળવી છે. ત્યારે કોર્ટ બિલ્ડિંગને ત્યાં લઇ જવાની હિલચાલ વચ્ચે મંગળવારે વકીલોએ મહા ખાસ સભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે નક્કી કરાયું કે જીઆવ-બુડિયા જવું જ નથી.વકીલોએ ભેગા મળી કોર્ટ બિલ્ડિંગ ના સ્થળાંતરનો વિરોધ કરી આગળની રણનીતિ તૈયાર કરી હતી. વકીલો દ્વારા આજે લાલ રીબીન બાંધી આ ર્નિણયનો શાંતિપ્રિય રીતે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.સુરત કોર્ટના તમામ વકીલો એક સુર થઈને કોર્ટ બિલ્ડીંગના સ્થળાંતરનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે.
સુરતના મધ્યે અઠવાલાઇન્સ ખાતે આવેલી કોર્ટને સ્થળાંતર કરી જીયાવ બુઢિયા વિસ્તારમાં લઈ જવાની હિલચાલ ચાલી રહી છે. શહેરની બહાર અને ઔદ્યોગિક વિસ્તારમાં કોર્ટને સ્થળાંતર કરાતા વકીલોમાં ઉપગ્રહ રોષ ફેલાયો છે. મહત્વનુ છે કે સરકાર દ્વારા સુરત કોર્ટના સ્થળાંતર માટે જીયાવ બુઢિયા વિસ્તારમાં જમીનની ફાળવણી કરી દેવામાં આવી છે.ત્યારે સુરતના બાર એસોસિએશન સહિત તમામ વકીલો સુરત કોર્ટને જીયાવ બુઢિયા ખાતે સ્થળાંતર ન કરવા એક સૂરે છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે. હવે આ વકીલોનો વિરોધ ધીમે ધીમે ઉગ્ર બની રહ્યો છે. ગતરોજ વકીલોની સામાન્ય સભા પણ મળી હતી જેમાં આ બાબતને લઈ એક થઈ બિલ્ડીંગનું સ્થળાંતર નહીં થાય તે માટે વાત કરી હતી.
સુરત વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પીટી રાણાએ જણાવ્યું હતું કે આજનો આ વિરોધ અમને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જીઓ બુઢીયા ખાતેની જગ્યાનો છે. આ જગ્યા ખૂબ જ ઔદ્યોગિક ક્ષેત્રવાળી અને પ્રદૂષણ યુક્ત જગ્યા છે. જેના અનુસંધાને અમારા તમામ વકીલોએ ત્યાં નહિ જવા માટે જે ઠરાવ પસાર કર્યો છે. તેને લઈ રીબીન પહેરીને શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ દર્શાવ્યો છે. જાેવાનું એ રહે છે કે વકીલોની આ માગ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.