Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»રૂ.૧૨૦ કરોડની રકમ મળતા ચેરિટીમાં ઉપયોગ કરશે ગુજરાતના મંદિરોએ ૨૦૦ કિલો સોનાનું મુદ્રીકરણ કરાવ્યું
    Gujarat

    રૂ.૧૨૦ કરોડની રકમ મળતા ચેરિટીમાં ઉપયોગ કરશે ગુજરાતના મંદિરોએ ૨૦૦ કિલો સોનાનું મુદ્રીકરણ કરાવ્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારત દેશની વાત કરીએ તો સોનાની ખરીદીમાં તે વિશ્વમાં બીજા ક્રમાંક પર આવે છે. ગુજરાતના મંદિરો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ મુદ્રીકરણ માટે સોનું જમા કરાવવામાં આગેવાની લઈ રહ્યા છે. બેન્કરોના અંદાજાે દર્શાવે છે કે રાજ્યના મોટા મંદિરો દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાં લગભગ ૨૦૦ કિલો સોનું જમા કરવામાં આવ્યું છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ખાતે ઈન્ડિયા ગોલ્ડ પોલિસી સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, ભારતીય પરિવારોમાં માત્ર ૦. ૨૨% સરપ્લસ ગોલ્ડ હોલ્ડિંગ યોજના હેઠળ મુદ્રીકરણ કરવામાં આવે છે.
    બે મંદિરો – અંબાજી મંદિર અને સોમનાથ મંદિર – એ ટૂંકા ગાળામાં ય્સ્જી હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૨૦૦ કિલો જેટલું સોનું જમા કરાવ્યું છે. વર્તમાન કિંમતો અનુસાર આ રકમ રૂ. ૧૨૦. ૬ કરોડની કિંમતની ગોલ્ડ ડિપોઝિટ છે.
    અમદાવાદ માર્કેટમાં સોનાનો ભાવ ૬૦,૩૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ પર નજર કરીએ તો જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે કહ્યું કે સરકાર મંદિરોને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ દાન તરીકે એકત્ર કરાયેલું સોનું બેન્કોમાં જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આનાથી મિડિયમ ટર્મ ડિપોઝિટ માટે વાર્ષિક ૨. ૨૫% વ્યાજ મળે છે, જ્યારે લાંબા ગાળાની ડિપોઝિટ માટે વાર્ષિક ૨. ૫૦% વ્યાજ મળે છે. આ મંદિરો માટે ઘણું ફાયદાકારક છે કારણ કે તેઓ ચાલુ બજાર ભાવે સોનાને રિડીમ કરી શકે છે કારણ કે તેમની ડિપોઝિટો એકબાજુ પાકી જતી હોય છે અને વ્યાજ પણ મળતું જ હોય છે. ગુજરાતમાંથી ય્સ્જી હેઠળ કરવામાં આવેલી ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ તરફથી આવ્યો હતો.
    બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર વરુણકુમાર બરનવાલે કે જેઓ મંદિર ટ્રસ્ટના બોર્ડમાં પણ છ

    તેમણે જણાવ્યું હતું કે મંદિરે પહેલાથી જ ય્સ્જી હેઠળ ત્રણ તબક્કામાં ૧૬૮ કિલો સોનું જમા કરાવ્યું છે. જેમાં બે તબક્કામાં ૯૬ાખ્ત અને ૨૩ાખ્તનો સમાવેશ થાય છે. મંદિરના શિખરને શણગારવા માટે લગભગ ૧૪૦ કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, જે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિરનું સંચાલન કરે છે, તે ઘણીવાર ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સોનાના રૂપમાં દાન સ્વીકારે છે અને આવકવેરા કાયદાની સંબંધિત જાેગવાઈઓ હેઠળ તેને અનુસરવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે મંદિરની દાનપેટીમાં પણ વારંવાર ઝવેરાતના રૂપમાં દાન તરીકે ઘણું સોનું આવે છે. સોમનાથ મંદિર કે જેણે મંદિરના સ્પાયર્સ પર સોનાનો ઢોળ ચઢાવવા માટે દાન દ્વારા સંચિત સોનાનો મોટાભાગે ઉપયોગ કર્યો છે, તેણે છ કિલો સોનું પણ જમા કરાવ્યું છે.
    જીએમએસ હેઠળ. શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી કે લહેરીએ જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના સ્પાયર પર પ્લેટિંગ કરવા અને તેને સજાવવા માટે લગભગ ૧૫૦ કિલો સોનું ઓગળવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    મંદિર ટ્રસ્ટે તાજેતરમાં ય્સ્જી હેઠળ બારના રૂપમાં લગભગ ૬ કિલો સોનું જમા કરાવ્યું છે. સોનાનું મુદ્રીકરણ કરીને મેળવેલા મોટા ભાગના ભંડોળને સામાન્યરીતે ચેરિટી અને મંદિરની કામગીરીમાં વાળવામાં આવે છે. બેન્કિંગ ક્ષેત્રે જણાવ્યું હતું કે ડાકોરમાં રણછોડરાય મંદિરને પણ દાન તરીકે સોનું મળે છે; જાેકે, કેટલા પ્રમાણમાં મળે છે એની પુષ્ટિ હજુ સુધી કરાઈ શકી નથી.
    દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરની સમિતિના સંચાલક કમલેશ શાહે જણાવ્યું હતું કે અમે ક્યારેય જીએમએસ હેઠળ કોઈ સોનું જમા કરાવ્યું નથી. કારણ કે આ મંદિરમાં ભાગ્યે જ કોઈ સોનાના રૂપમાં દાન કરવામાં આવ્યું છે. ગોલ્ડ ઈન્ડસ્ટ્રીના રિસર્ચરે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં)એ બેંકોને ખર્ચને પહોંચી વળવા માટે પ્રોત્સાહિત કરવાનો માર્ગ બનાવવો જાેઈએ અને તેમને આવી વધુ યોજનાઓ શરૂ કરવા પ્રોત્સાહિત કરવા જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.