ાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. નવસારીમાં ધોરણ ૧૨ માં ભણતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થીનીનું હૃદય અચાનક બંધ પડી ગયુ હતું. તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી. ત્યારે આ ઘટનાથી સમગ્ર શાળામાં ગમગીનીનો માહોલ છવાયો છે.
બન્યું એમ હતું કે, નવસારીની જાણીતી એ.બી. સ્કૂલમાં આજે રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીની બેહોશ હાલતમાં મળી હતી. ધોરણ ૧૨ માં ભણતી આશાસ્પદ વિદ્યાર્થીની તનીષા ગાંધીને અચાનક ખેંચ આવી હતી. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તબીબોએ તનીષા ગાંધીને મૃત જાહેર કરી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યુ છે. શાળામાં રિસેસ દરમિયાન વિદ્યાર્થિની તનિષાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. માત્ર ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીનું હૃદય અચાનક બંધ પડી જતાં મોત થયુ હતું. વિદ્યાર્થિનીના મોત મામલે શાળાએ દિલસોજી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એ. બી. સ્કૂલની વિદ્યાર્થીની ઉપરાંત ધોરણ ૮ માં ભણતા વિદ્યાર્થીને પણ ખેંચ આવવાની ઘટના બની હતી. ખેંચ આવેલા વિદ્યાર્થીને સાજાે થઈ જતા રજા આપવામાં આવી હતી. પરંતુ તનિષા ગાંધી બચી ન શકી.
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જાેતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જાે તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જાે તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. ઉૐર્ંના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ૧.૨૮ અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી ૪૬ ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ૨૦ થી ૩૦ વચ્ચે જાે આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જાેખમ ઘટાડી શકાય છે.