રાજ્યમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૯ તાલુકામાં વરસાદ વરસ્યાનું નોંધાયું છે. જેમા સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યાના આંકડા સામે આવ્યા છે. આ સાથે અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૧૭મી જુલાઇ એટલે કે, સોમવારથી ફરીથી રાજ્યમાં વરસાદનું જાેર વધવાની શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત તેમજ ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં થન્ડર સ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગ પાસેથી મળેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં (૧૫-૦૭-૨૦૨૩ના સવારના છ કલાક સુધી) ૧૦૯ તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે જૂનાગઢના કેશોદમાં ૫.૫૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના પલસાણામાં ૪.૪૮ ઇંચ, વલસાડના વાપીમાં, માનાવદર, ગણદેવી, વિસાવદરમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી, ભરૂચ,. વંથલી, સુત્રાપાડા, ધોરાજી, તિલકવાડા, પારડી, ઉમરપાડા, કપરાડા, સુરતમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો બીજી બાજુ રાજ્યમાં ૧૫ જુલાઈ સુધી સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં રહેશે. ત્યાર બાદ ૧૫થી ૨૦ જુલાઈમાં મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થશે. ૧૮થી ૨૦ જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.
આ સિસ્ટમ વધુ મજબુત બની દેશાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપી શકે છે. ગંગા યમુના નદીની જળ સપાટી વધશે. ૨૩થી ૨૬ ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગેમાં ૪ ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. ૨૩થી ૨૬ જુલાઈ થંડરસ્ટોર્મ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે.વરસાદના હવનની અસર મધ્ય ગુજરાતના ભાગો સુધી થઈ શકે છે. પેસેફિક મહાસાગરમાં વિશિષ્ટ સ્થિતિની કારણે ૨૩થી ૨૫ જુલાઈમાં પણ હવાનું હળવું દબાણ ઉભુ થશે. આ દબાણ પણ વરસાદ લાવશે. અમદાવાદના હવામાન વિભાગે પણ ૧૭મી તારીખથી એટલે ૪૮ કલાક બાદ રાજ્યમાં ત્રીજા રાઉન્ડનો વરસાદ થશે. ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય કેટલાક (બહુ ઓછા) ભાગોમાં ગાજવીજ સાથે પણ વરસાદ વરસી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વરસાદી સિસ્ટમ કઈ તરફ ગતિ કરે છે તેના આધારે અમદાવાદ અંગેની સંભાવનાઓ પણ આગામી દિવસોમાં વ્યક્ત કરાઈ શકે છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, ૧૮ તારીખ પછી વરસાદનું જાેર વધવાની સંભાવના છે. વરસાદની એક્ટિવટિ વધશે તેની અસર મોટાભાગે દક્ષિણ ગુજરાતથી શરુ થશે અને તે ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. તેમણે વધારે માહિતી આપતા જણાવ્યુ કે, ઉત્તરપ્રદેશના દક્ષિણ મધ્યમાં એક સર્ક્યુલેશન બનેલું છે, તેનું એક્સ્ટેન્ડેડ ટ્રોફ છે તે ગુજરાત તરફ આવે છે. આ એક્સ્ટેન્ડેડ ટ્રોફનો અંત દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.