Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતનો IT સ્ટાફ સર્ચ ઑપરેશનમાં લાગ્યો છે આઈટીના દરોડામાં ૪ કરોડ રોકડા અને ૧૭ બેન્ક લોકર સીઝ
    Gujarat

    રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતનો IT સ્ટાફ સર્ચ ઑપરેશનમાં લાગ્યો છે આઈટીના દરોડામાં ૪ કરોડ રોકડા અને ૧૭ બેન્ક લોકર સીઝ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 13, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજકોટમાં IT નું મેગા સર્ચ ઓપરેશન સતત ત્રીજા દિવસે યથાવત. રાધિકા, શિલ્પા અને જે પી જવેલર્સમાં મેરેથોન તપાસ ચાલી રહી છે. વર્ધમાન બિલ્ડરને ત્યાં IT ની તપાસ દરમિયાન બે દિવસનાં આ સર્ચમાં ૨૫ બૅંક એકાઉન્ટ હાથ લાગ્યા છે. ૪ કરોડની રોકડ અને શંકાસ્પદ ડોક્યુમેન્ટ આવકવેરા વિભાગે કબ્જે કર્યા છે. સાથે જ ૧૭બૅંક લોકર IT એ સીઝ કર્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતનો IT સ્ટાફ સર્ચ ઑપરેશનમાં લાગ્યો છે. ૨૮ સ્થળો એ IT નું આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે ત્રીજા દિવસે પણ સર્ચ ચાલુ રહેશે. લોકરો ઓપરેટ કર્યા બાદ કરચોરીનો સ્પષ્ટ આંકડો બહાર આવશે. રાજકોટના ત્રણેય નામી જ્વેલર્સ અને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે. રાજકોટના મોટા માથા ગણાતા શિલ્પા, રાધિકા અને જે પી જ્વેલર્સને ત્યાં કાર્યવાહી યથાવત છે. કુલ ૨૦૦ જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    ત્રણેય જવેલર્સના મેનેજર, કર્મચારીઓના બેન્ક એકાઉન્ટ અને મોબાઈલની પણ તપાસ થઈ રહી છે. રાજકોટમાં IT વિભાગે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. ગઈકાલની કાર્યવાહી આજે પણ યથાવત છે. રાજકોટની શિલ્પા રાધિકા જ્વેલર્સને ત્યાં દરોડા કાર્યવાહી યથાવત છે. વર્ધમાન બિલ્ડર ગ્રુપની ઓફિસ મકાનમાં દરોડા કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢની સી વી એમમાં તપાસનો દોર યથાવત છે. કરોડો રૂપિયા નાં બેનામી વ્યવહાર બહાર આવે તેવા સંકેત છે. આ દરોડામાં બૅંક લોકર સીલ કરી દેવાયા છે. મળથી માહિતી મુજબ ત્રણ દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલશે. રાજકોટ IT દરોડાથી સોની બજારમાં સોપો પડી ગયો છે તો કેટલીક દુકાનો ખુલી જ નથી. કલકતાનું કનેક્શન ખૂલતા IT ની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટ ના IT નાં અધિકારી સહીત સ્ટાફની ટિમો મોડી રાત સુધી તપાસમાં લાગ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે મ્-૩ ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પાંચમા માળે જ રહેતા હિરેન પારેખને ત્યાં પણ IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. એટલાન્ટિસમાં જ આઠમા માળે રહેતા ભાસ્કર પારેખને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની સમગ્ર

    તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. રાધિકા જ્વેલર્સવાળા અશોકભાઈ બાબરા વાળા અને હરેશભાઈ બાબરા વાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. એટલાન્ટિસના ફ્લેટની સાથે પંચવટી પાસે આવેલા ફ્લેટમાં પણ ઇન્કવાયરી કરવામાં આવી રહી છે. રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે. મળતી માહિતી મુજબ બે જ્વેલર્સને ત્યાંથી ૨-૨ કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આઇટી વિભાગ દ્રારા કુલ ૨૫ જેટલા બેંક ખાતામાં તપાસ હાથ ધરાઇ છે. ઢગલાબંધ દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્રારા જ્વેલર્સમાં કામ કરતા કર્મચારીઓના પણ બેંક ખાતાની તપાસ હાથ ધરાશે. આઇટી વિભાગ દ્રારા દરેક જ્વેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીઓના મોબાઇલ કબ્જે લેવામાં આવ્યા છે.

    આઇટી વિભાગ દ્રારા વેલ્યુઅરની મદદ લેવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી હજુ લાંબી ચાલે તેવી શક્યતા છે. ૨૦૦૦ની નોટો મોટા પ્રમાણમાં જમા થઈ અને ઇન્કમટેક્સ વિભાગને જાણ થતા ની સાથે જ દરોડાની કાર્યવાહી શરૂ કરી. થોડા દિવસ પહેલા ૨૦૦૦ની નોટો ના જમીનોના વહીવટની ગંધ ઇન્કમટેક્સ વિભાગને આવી ગઈ હતી. રાજકોટ મોટા માથા ગણાતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સમાં ૩૬ કલાકથી ઇન્કમટેક્સની સર્ચ ઓપરેશન યથાવત છે. અમદાવાદ થી પણ ૨૫ જેટલા ઇન્કમટેક્સના અધિકારીઓ રાજકોટ પહોંચ્યા છે. સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ છે. બંને જ્વેલર્સોના ઘર અને ઓફિસોમાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. રાજકોટના કાલાવડ રોડ અને પેલેસ રોડ પર બંને જ્વેલર્સને બંને શોરૂમ ઉપર અધિકારીઓ દ્વારા રાઉન્ડ ક્લોક કાર્યવાહી થઈ હી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    અમદાવાદમાં વધુ એક ત્રિપલ તલાક બાપુનગરમાં પતિએ પોસ્ટ મોકલીને પત્નીને ત્રિપલ તલાક આપ્યા

    September 26, 2023

    ધોળે દિવસે ૫ લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી મહેસાણાનાં જાેટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે લૂંટ થઇ

    September 26, 2023

    કોલેજના પ્રોફસર પર યૌન શોષણનો મુદ્દો રાજકોટની એમ.જે.કુંડલિયા કોલેજના પ્રો.જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરાયા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version