ટ્રાફિક વોર્ડનની જવાબદારી માત્ર ટ્રાફિક નિયમન કરાવવાની હોય છે. પરંતુ તેમ છતાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ તેમજ જવાનોની સ્ટ્રેંથ ઓછી હોવાના બહાના હેઠળ ટ્રાફિક વોર્ડન પાસે તેમની મૂળભૂત કામગીરી ન કરાવીને વાહનો રોકવા તેમજ વાહન ચાલકો પાસેથી જુદા-જુદા દસ્તાવેજી કાગળિયા માંગવા સહિતની કામગીરીમાં રોકવામાં આવતા હોય છે. અનેક વખત ટ્રાફિક વોર્ડન વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરતા હોય તે પ્રકારનો વીડિયો પણ વાયરલ થઈ ચૂક્યા છે.
ત્યારે રાજકોટ શહેરમાં બુધવારના રોજ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા.ટ્રાફિક શાખામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારા કાજલબેન મોલીયા (ઉવ.૨૬) દ્વારા ટ્રાફિક બ્રિગેડમાં વોર્ડન તરીકે ફરજ બજાવનારા આદિત્ય ઝિંઝુવાડીયા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આઇપીસી ૩૩૬ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાજલબેન મોલીયાએ જણાવ્યું છે કે, ગત ચોથી જુલાઈના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં ટ્રાફિક વોર્ડન આદિત્ય ઝિંઝુવાડીયા દ્વારા કોઈપણ જાતના હુકમ વગર બાઈક ચાલકને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,
ફરિયાદ મુજબ જે ઘટના બની છે તે ચોથી તારીખના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં બની છે. પરંતુ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ પાંચ જુલાઈના રોજ રાત્રિના ૯ઃ૩૦ વાગ્યાના અરસામાં દાખલ થવા પામી છે. અમે એક વાત સ્પષ્ટ થાય છે કેસ મીડિયામાં સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા બાબતેના આદેશ આપવામાં આવ્યા હશે અને ત્યારબાદ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.