રાજકોટમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનો ધોરણ ૧૦માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને ભગાડી જતાં ખળભળાટ મચી ગયો છે. જાેકે, વિદ્યાર્થિનીના માતા-પિતાની ફરિયાદના આધારે બંનેને પોલીસે પોરબંદરથી ઝડપી પાડ્યા છે. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી મહિતી અનુસાર, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી સગીરાને તેના ઘર નજીક રહેતા ધોરણ ૧૦માં અભ્યાસ કરતા ૧૫ વર્ષીય સગીર સાથે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો હતો. જે બાદ બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. બાદમાં બંને અગાઉ નક્કી કર્યા મુજબ તારીખ ૫ જૂલાઈના રોજ સ્કૂલેથી છૂટીને ભાગી ગયા હતા.
મોડે સુધી દીકરી ઘરે પરત ન આવતા તેના માતા-પિતા ચિંતામાં મુકાયા હતા. જે બાદ માતા-પિતા દ્વારા સ્કૂલે જઈને તપાસ કરવામાં આવી હતી. જાેકે, દીકરીનો કોઈ અત્તોપત્તો મળ્યો નહોતો. પહેલા પોતાની રીતે તપાસ કર્યા બાદ ત્રણેક માસ પૂર્વે આ છાત્રા તેના પ્રેમી સાથે મોબાઇલમાં વાત કરતા પકડાઈ ગઈ હોય જેથી વાલીને પ્રેમી ભગાડી ગયાની શંકા જતા ભક્તિનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
આ ગંભીર બનાવને પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશન પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. જે બાદ બંનેના લોકેશન પોરબંદરમાં ટ્રેશ થયા હતા. જેથી પોલીસની ટીમ તાત્કાલિક પોરબંદર ખાતે દોડી ગઈ હતી અને ત્યાંથી બંનેને ઝડપી લીધા હતા. જે બાદ બંનેને રાજકોટ લાવવામાં આવ્યા હતા.
રાજકોટ લવાયા બાદ આ સગીરની પોલીસે પૂછપરછ કરતા તેણે એવી હકીકત જણાવી હતી કે, તે પ્રેમિકાને ભગાડીને ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યો હતો ત્યાંથી ખાનગી ટ્રાવેલ્સમાં અમદાવાદ ત્યાંથી સુરત બાદમાં ફરી અમદાવાદ અને સુરત એમ બંને ફર્યા હતા. ત્યારબાદ અમદાવાદથી દ્વારકા અને પોરબંદર પહોંચ્યા હતા.
તણે વધુમાં જણાવ્યું હતું કે, તેની પાસે રૂ.૩૫,૦૦૦ હતા, જેમાં જેમાંથી તે ખર્ચ કરતો હતો જ્યારે તેની પ્રેમિકા પાસે આઈડી પ્રૂફ ન હોવાથી બંનેને કોઈ હોટલમાં પ્રવેશ અપાયો ન હતો. જેથી કોઈ પણ શહેરમાં રાત રોકાતા ન હતા. રાત્રે સ્લીપર કોચની બસમાં બેસી બીજા શહેરમાં જતા રહેતા હતા. આ દરમિયાન તેણે બસમાં જ પ્રેમિકા સાથે ૫ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. છાત્રની આ હકીકતના આધારે પોલીસે આ કેસમાં દુષ્કર્મ અને પોકસોની કલમનો ઉમેરો કરી જરૂરી કાર્યવાહી કરી કરી વધુ તપાસ હાથ ધરી છે.