Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»WORLD»રશિયાના વેગનર ગ્રૂપે બળવાની ધમકી બાદ ખળભળાટ ખાસ મિત્ર પુતિન સામે બાંયો ચઢાવનારો પ્રિગોઝિન એક સમયે હોટડોગ વેચતો હતો
    WORLD

    રશિયાના વેગનર ગ્રૂપે બળવાની ધમકી બાદ ખળભળાટ ખાસ મિત્ર પુતિન સામે બાંયો ચઢાવનારો પ્રિગોઝિન એક સમયે હોટડોગ વેચતો હતો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અત્યાર સુધી રશિયા અને યુક્રેન યુધ્ધમાં રશિયાને મદદ કરનાર રશિયાની પ્રાઈવે્‌ટ આર્મી વેગનર ગ્રૂપે બગાવત કરવાની ધમકી આપ્યા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચ્યો છે. રશિયન પ્રમુખ પુતિન માટે આ પ્રકારની ધમકી મોટા ફટકા સમાન છે. પોતાના દેશ સામે બાંયો ચઢાવનાર વેગનર ગ્રૂપનો ચીફ વગેની પ્રિગોઝિન હવે રાતોરાત ચર્ચામાં છે. લોકો જાણવા માંગે છે કે, પુતિનની સામે પડનાર પ્રિગોઝિન છે કોણ…
    પ્રિગોઝિન પુતિનની એકદમ નિકટના વ્યક્તિ તરીકે જાણીતો હતો પણ હવે તેણે જ તખ્તા પલટની ધમકી આપી છે. તેનો જન્મ ૧૯૬૧માં સેંટ પિટર્સબર્ગમાં થયો હતો. બાળપણમાં તેના પિતાનુ મોત થયુ હતુ. તેની માતા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. શરૂઆતના અભ્યાસ બાદ તેણે એક સ્પોર્ટસ એકેડમી જાેઈન કરી હતી અને સ્કિઈંગની તાલીમ લેવાની શરૂ કરી હતી. શરૂઆતમાં તે આ રમતનો ખેલાડી બનવા માંગતો હતો પણ તેનુ આ સપનુ પુરૂ થયુ નહોતુ. એ પછી તે ગુનેગારોની એક ગેંગમાં સામેલ થઈ ગયો હતો.
    એવુ મનાય છે કે, ૧૮ વર્ષની વયે તેણે પહેલો ગુનો આચર્યો હતો. ૧૯૮૦માં તેણે એક મહિલાને લૂંટી લીધી હતી અને એ પછી આ સિલસિલો ચાલુ જ રહ્યો હતો. ૧૯૮૧માં રશિયાની એક કોર્ટે તેને ૧૩ વર્ષની કેદની સજા ફટકારી હતી. ૧૯૯૦માં જ્યારે સોવિયેત યુનિયન છુટુ પડી ગયુ ત્યારે તેને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો. તે ફરી પોતાના શહેર પિટર્સબર્ગ પાછો ફર્યો હતો અને હોટડોગ વેચવાનુ શરૂ કર્યુ હતુ. એ પછી તે મહિને ૧૦૦૦ ડોલર સુધી કમાણી કરવા માંડ્યો હતો.
    આ દરમિયાન પ્રિગોઝિને એક સુપરમાર્કેટનો કેટલોક શેર ખરીદી લીધો હતો. ૧૯૯૫ તેણે એક રેસ્ટોરન્ટ શરૂ કરી હતી અને રેસ્ટોરન્ટરને લોકપ્રિય બનાવવા માટે સ્ટ્રિપ ડાન્સરો રાખી હતી. આ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ભારત-યુએસ વચ્ચે ટ્રાવેલના સંબંધો ગાઢ બની રહ્યા છે ગયા વર્ષે ૧૨ લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી

    September 29, 2023

    બોર્ડર પરથી રોજના ૮-૯ હજાર લોકો પકડાઈ રહ્યા છે મેક્સિકો બોર્ડર પરથી ઘૂસેલા ૧૨ લાખ લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ

    September 29, 2023

    દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા કરી વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકી વિદેશમંત્રીની મુલાકાત

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version