Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»રથયાત્રા પહેલા થશે વિઘ્નહર્તા ગણેશજીરુપી ગજરાજની પૂજા
    Gujarat

    રથયાત્રા પહેલા થશે વિઘ્નહર્તા ગણેશજીરુપી ગજરાજની પૂજા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ૧૪ હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે

    હદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા થશે. રથયાત્રા દરમિયાન ૧૪ હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ.

    પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. હાથીઓ માનસીક સંતુલન ગુમાવે નહીં તે માટે તેમની જરૂરી શારિરીક તપાસ કરાઈ હતી. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે.
    દર વર્ષે રથયાત્રામાં જાેડાય છે. સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જાેડાય છે. અને રથયાત્રામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં ૧૫-૧૬ હાથી જાેડાતા હોય છે જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે.

    હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જાેડાય છે તેમાં એક હાથી જાેડે ૩-૪લોકો રહે છે. જેમાં એક મહાવત અને ૩ સાથીદારો હોય છે.

    અમદાવાદમાં ૧૯૯૨માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જાેવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જાેવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જાે પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version