મહેસાણામાં રખડતા ઢોર પણ હવે મોંઘા થયા છે કેમ કે રખડતા ઢોર પકડવા માટે પાલિકા ગયા વર્ષ સુધી પ્રતિ એક ઢોર રૂપિયા ૧૭૦૦નો ખર્ચ કરતી હતી. તે ખર્ચ હવે રૂપિયા ૫૦૦૦ સુધી પહોંચ્યો છે. જી, હા… મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા રૂપિયા ૫૦૦૦ એક ઢોર પાછળ ખર્ચ કરવા જઈ રહી છે.
ગત વર્ષે રૂપિયા ૧૭૦૦માં એક ઢોર પકડવાનું ટેન્ડર મુજબ કામ થયું હતું. જ્યારે આ વર્ષે ટેન્ડરમાં જ નીચો ભાવ રૂપિયા ૬૦૦૦ નીકળ્યો હતો. જે એજન્સી સાથે ચર્ચા બાદ એજન્સીએ રૂપિયા ૩૦૦૦ માં ઢોર પકડવાનું નક્કી કર્યુ છે. જાે કે પાંજરાપોળમાં ઢોર મૂકી આવ્યા બાદ નિભાવન ખર્ચ પેટે રૂપિયા ૨૦૦૦ પાલિકા જ ભોગવશે. જેના કારણે એક ઢોર પાછળ મહેસાણા પાલિકાએ ૫૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણામાં રખડતા ઢોર પણ હવે મોંઘા થયા લાગે છે કારણ કે, રખડતા ઢોર પકડવા પાલિકા એ ગયા વર્ષ સુધી પ્રતિ એક ઢોર રૂપિયા ૧૭૦૦ ખર્ચ કરતી હતી તે હવે રૂપિયા ૫૦૦૦ સુધી પહોંચ્યો છે. મહેસાણા પાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવા રૂપિયા ૫૦૦૦ એક ઢોર પાછળ ખર્ચ કરવા જઈ રહી છે. ગત વર્ષે રૂપિયા ૧૭૦૦ માં એક ઢોર પકડવાનું ટેન્ડર મુજબ કામ થયું હતું. જ્યારે આ વર્ષે ટેન્ડરમાં જ નીચો ભાવ રૂપિયા ૬૦૦૦ નીકળ્યો હતો. જે એજન્સી સાથે ચર્ચા બાદ એજન્સીએ રૂપિયા ૩૦૦૦માં ઢોર પકડવાનું નક્કી કરાયું છે.
જાે કે પાંજરાપોળ માં ઢોર મૂકી આવ્યા બાદ નિભાવન ખર્ચ પેટે રૂપિયા ૨૦૦૦ પાલિકા ભોગવશે. એટલે એજન્સી ને ૩૦૦૦ અને પાંજરાપોળ માં નિભાવન માટે રૂપિયા ૨૦૦૦ મળી કુલ ૫૦૦૦ નો ખર્ચ પાલિકા ને માથે પડશે. ટુંક માં ગત વર્ષે ૧૭૦૦ માં એક ઢોર પકડવા પાછળ ખર્ચ કરતી પાલિકા હવે રૂપિયા ૫૦૦૦ ખર્ચ કરશે.