અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનની ચીન યાત્રા બાદ પણ બંને દેશો વચ્ચેનો ખટરાગ યથાવત છે. પીએમ મોદી હાલમાં અમેરિકાની મુલાકાતે છે ત્યારે જ અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને ચીનના રાષ્ટ્રપતિ જાે બાઈડનને તાનાશાહ ગણાવતુ નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે.
બિજિંગમાં એક તરફ બ્લિન્કને અમેરિકા અને ચીન વચ્ચે સબંધો સુધારવા માટે પ્રયાસ કર્યો હતો ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર મંગળવારની રાત્રે કેલિફોર્ન્યિામાં એક પ્રોજેકટના શિલાન્યાસ સમારોહ દરમિયાન બાઈડને કહ્યુ હતુ કે, તાજેતરમાં જ એક ચીની ગુબ્બારો જાસૂસી માટે અમેરિકાની હવાઈ સીમામાં પ્રવેશ્યો હતો. આ ગુબ્બારાને અમેરિકાએ તોડી પાડ્યો હતો અને તેના કારણે જિનપિંગ રોષે ભરાયા હતા પણ તેમને ખબર નહોતી કે આ ગુબ્બારો અમેરિકાના આકાશ પર હતો.
તેમણે કહ્યુ હતુ કે, જાે જિનપિંગને ખબર ના હોય કે શું થયુ હતુ તો તાનાશાહ માટે આ બહુ શરમજનક વાત કહેવાય.
બાઈડનના નિવેદન પર ચીને હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ ચીનના ટ્રેક રેકોર્ડને જાેતા કહી શકાય કે આનો જવાબ ચીનના પ્રવક્તા આપશે.
આ પહેલા ગત નવેમ્બરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલા શીખર સંમલેન દરમિયાન બાઈડન અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ તેમની પહેલી મુલાકાત હતી.