Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»યુએનસીટીએડીના રિપોર્ટમાં ખુલાસો વિકસિત દેશોમાં સીધા વિદેશી રોકાણમાં ૩૭ ટકાનો ઘટાડો
    WORLD

    યુએનસીટીએડીના રિપોર્ટમાં ખુલાસો વિકસિત દેશોમાં સીધા વિદેશી રોકાણમાં ૩૭ ટકાનો ઘટાડો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં ૩૭ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં ૧૦ ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે.
    આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં ૨૦૨૧ની જેમ જ ૬૬૨ અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું હતું. આ આંકડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે.
    યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ-૨૦૨૩ અનુસાર વિકસિત દેશોમાં ગયા વર્ષે કુલ ૩૭૮ અબજ ડોલર વિદેશી રોકાણ આવ્યું હતું. આ સાથે ભારતમાં ૪૯ અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું હતું. ગયા વર્ષે લગભગ ૮૦ ટકા વિદેશી રોકાણ મેળવનારા ટોચના પાંચ દેશોમાં ભારત, ચીન, સિંગાપોર, હોંગકોંગ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. ચીનમાં વિદેશી રોકાણ ૫ ટકા વધીને ૧૮૯ અબજ ડોલર પર પહોંચી ગયું છે. જાે કે હોંગકોંગમાં તે ૧૬ ટકા ઘટીને ૧૧૮ અબજ ડોલર થયું હતું.
    આ જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર ગયા વર્ષે વૈશ્વિક વિદેશી રોકાણ ૧૨ ટકા ઘટીને ૧.૩ લાખ કરોડ ડોલર થયું હતું. યુક્રેન યુદ્ધ, ખાદ્યપદાર્થો અને ઊર્જાના ભાવમાં વધારો અને જાહેર દેવું વધવાને કારણે વૈશ્વિક વિદેશી રોકાણમાં ઘટાડો જાેવા મળ્યુ છે. સિંગાપોરમાં ૧૪૧ અબજ ડોલરનું સૌથી વધુ વિદેશી રોકાણ મળ્યું છે, જે ૨૦૨૧ની સરખામણીમાં ૮ ટકા વધુ છે. વિયેતનામમાં વિદેશી સીધુ રોકાણ ૩૯ ટકા વધીને ૧૭ અરબ ડોલરની સર્વકાલીન ટોચે પહોંચ્યું છે.
    યુએનસીટીએડીનો રિપોર્ટ દર્શાવે છે કે વિકાસશીલ દેશો ૨૦૩૦ સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે વાર્ષિક રોકાણની ખોટનો સામનો કરી રહ્યા છે. લક્ષ્યાં ક હાંસલ કરવા માટે જેટલું રોકાણ જરૂરી છે તેટલું ઓછું રોકાણ મળી રહ્યું છે. આ રોકાણનું નુકસાન હવે વધીને ૪ લાખ કરોડ ડોલર થઈ ગયું છે, જે ૨૦૧૫માં ૨.૫ લાખ કરોડ ડોલર હતું. વિકાસશીલ દેશોને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દર વર્ષે લગભગ ૧.૭ લાખ કરોડ ડોલર રોકાણની જરૂર છે, જ્યારે તેમને ૨૦૨૨માં માત્ર ૫૪૪ અબજ ડોલરનું રોકાણ મળ્યુ હતું .

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Prediction 2025:1 જુલાઈ 2025: સિંહ રાશિમાં ત્રિગ્રહી યોગ – વૈશ્વિક અને માનસિક ઊથલ-પૂથલનો સંકેત?

    June 30, 2025

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.