મહારાષ્ટ્રના મુંબઈમાં એક ડોક્ટરને ઓલનાઈન સમોસાનો ઓર્ડર કરવો મોંઘો પડી ગયો છે. ડોક્ટરે ૨૫ પ્લેટ સમોસાના ચક્કરમાં ૧.૪૦ લાખ ગુમાવી દીધા. આ મામલો સાયન વિસ્તારનો છે. દ્ભઈસ્ હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટરે આ મામલે બોઈવાલા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે.પીડિત ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેમણે શનિવારે સવારે ૮ વાગ્યે ઓનલાઈન સમોસા ઓર્ડર કર્યા હતા. પરંતુ તેમને એ ખબર નહોતી કે, તે ૨૫ પ્લેટ સમોસાના ચક્કરમાં ૧.૪૦ લાખ ગુમાવી દેશે. ડોક્ટરે જણાવ્યું કે, શનિવારે તેઓ પોતાના મિત્રો સાથે કરજત જવાના હતા. તેમનો પિકનિકનો પ્લાન હતો. તેથી તેમણે વિચાર્યું કે, સફર દરમિયાનકંઈક ખાવા માટે લઈ જઈએ. ત્યારબાદ ડોક્ટરે ગુરુકૃપા રેસ્ટોરન્ટ પર ફોન કરીને ૨૫ પ્લેટ સમોસાનો ઓર્ડર આપ્યો. ફોન પર તેમને ૧૫,૦૦ રૂપિયા પેમેન્ટ કરવા માટે જણાવ્યું.
ડોક્ટરે આપવામાં આવેલ નંબર પર ૧૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ત્યારે જ તેમને ફરી ફોન આવ્યો કે અમને તમારું પેમેન્ટ નથી મળ્યું. એટલા માટે તમે બીજા નંબર પર અમારી પેમેન્ટ રિકવેસ્ટ સ્વીકારો. પછી ત્યાં જ પેમેન્ટ કરો. ત્યારબાદ તેણે પેમેન્ટ રિક્વેસ્ટની લિંક ડોક્ટરને મોકલી. ડોક્ટરે તેના પર પેમેન્ટ કરતાની સાથે જ અચાનક તેના ખાતામાંથી પહેલા ૨૮ હજાર રૂપિયા કપાઈ ગયા.
ડોક્ટરને આ જાેઈને આશ્ચર્ય થયું કારણ કે તેમણે ૧૫૦૦નું પેમેન્ટ કર્યું હતું. પછી તેમને વધુ બે-ત્રણ મેસેજ આવ્યા. જેના પરથી તેને ખબર પડી કે તેના ખાતામાંથી વધુ પૈસા કપાઈ ગયા છે. ડોક્ટરે તરત જ તેનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું. પરંતુ ત્યાં સુધીમાં શાતિર ઠગ તેમના ખાતામાંથી ૧.૪૦ લાખ રૂપિયા ઉડાવી ગયા હતા.