મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. દ્ગઝ્રઁ નેતા અજિત પવાર બીજેપીના નેતૃત્વવાળી શિંદે સરકારમાં સામેલ થયા છે. અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. પવાર રાજ્યના બીજા ડેપ્યુટી સીએમ બન્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલી રહી છે. દ્ગઝ્રઁ નેતા છગન ભુજબળે મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે.
આ બધું એટલું ઝડપથી થયું કે એવું માનવામાં આવે છે કે તે અજિત પવારના મોટા આયોજનનો એક ભાગ હતો. છેલ્લા ઘણા દિવસોથી અજિત પવાર સહિત દ્ગઝ્રઁ ધારાસભ્યોનો મોટો વર્ગ શરદ પવારથી નારાજ હતો. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં સુપર સન્ડે અજિતે પોતાના ઘરે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પછી ૫૩માંથી ૩૦ ધારાસભ્યોનું ભારે સમર્થન ધરાવતા અજીત રાજભવન પહોંચ્યા. આ સાથે સીએમ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ પણ રાજભવન પહોંચ્યા અને ત્યારબાદ અજિત પવાર સહિત ૯ મંત્રીઓએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ રમેશ બૈસે તેમને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન અજીત પવારના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ બનેલા અજિત પવાર લગભગ ૩૦ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે શરદ પવારના ખૂબ જ નજીકના કહેવાતા પ્રફુલ પટેલ, દિલીપ વાલસે પાટીલ, છગન ભુજબળ પણ અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે એકનાથ શિંદેએ શિવસેનામાં પોતાનો દાવો રજૂ કર્યો હતો. એ જ રીતે અજીત પણ એનસીપી પર પોતાનો દાવો રજૂ કરી શકે છે. કારણ કે ૫૩ ધારાસભ્યો સાથે દ્ગઝ્રઁના ત્રણ સાંસદો પણ અજિત પવારને સમર્થન આપી રહ્યા છે. જાે આમ થશે તો મહારાષ્ટ્રમાં ફરી એકવાર સરકાર અને પાર્ટી પાર્ટ-૨ તૂટતા જાેવા મળશે. તેમજ આ રાજકીય ગરબડમાંથી બહાર આવવું શરદ પવાર માટે મુશ્કેલ કામ હશે.
બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં ૪૦થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના ર્નિણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ
શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા હતા.
અજિત પવારનું આજે વિધિવત રીતે શિન્દે ભાજપ સરકારમાં જાેડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે.
આવામાં શિન્દે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે ૧૬૬ ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના ૧૨૫ ધારાસભ્યો અને શિન્દે કેમ્પના ૪૦ ધારાસભ્યો છે. જાે અજિત પવાર કેમ્પના ૩૦ ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે ૧૫૬ ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા ૧૧ વધુ હશે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો અપસેટ સર્જાયો છે. લાંબા સમયથી ચાલી રહેલી બળવાની આશંકા આજે હકીકતમાં પરિવર્તિત થઈ જ્યારે એનસીપી નેતા અને રાજ્યના નેતા વિપક્ષ રહેલા અજિત પવારે બળવો કરી દીધો. બધુ એટલું અચાનક થયું કે રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા. એક નાની બેઠક અને ત્યારબાદ સીધો રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદે શપથ લઈ લીધા છે. આ સિવાય અન્ય ૮ સમર્થક ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે.
એનસીપી નેતા હસન મુશ્રીફે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ હાલમાં કોલ્હાપુરથી ધારાસભ્ય છે. તેમના સિવાય દિલીપરાવ દત્તાત્રેય વાલસે-પાટીલ, ધનંજય મુંડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા. ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, અનિલ ભાઈદાસ અને સંજય બનસોડેએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે.