અમદાવાદીઓ માટે જાહેર પરિવહન સેવા ક્ષેત્રમાં છસ્જી અને મ્ઇ્જી બાદ મેટ્રો રેલવેનો ત્રીજાે વિકલ્પ ઊભો થયો છે, જાેકે દાયકાઓ જૂની છસ્જી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. આનું મુખ્ય કારણ એ છે કે શહેરના ખૂણેખાંચરે છસ્જી બસનો વ્યાપ છે. લોકોને પોતાના ઘરેથી બહુ થોડા અંતરમાં છસ્જી બસ ઉપલબ્ધ થઈ રહી છે. સતત વધતી જતી મોંઘવારીમાં આજે પણ હજારો પરિવાર એવા છે, જેમને અંગત વાહન વસાવવું પોસાતું નથી. આવા લોકો માટે છસ્જી બસ સર્વિસ એકમાત્ર રોજગારી મેળવવા ઓફિસ કે દુકાન જવાનું સાધન હોઈ તેમાં થયેલા ભાડાવધારાને અમદાવાદીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હોય તેવું ચિત્ર ઊપસ્યું છે.
તંત્રના એક સત્તાવાર રિપોર્ટ મુજબ ભાડાવધારો થયા બાદ પણ પેસેન્જરની સંખ્યા અને આવકમાં બમ્પર ઉછાળો થયો છે. ગત તા. ૧ જુલાઈથી પેસેન્જર્સને છસ્જીમાં વધુ ભાડું ચૂકવવું પડે છે. અગાઉના રૂ. ૩નાં લઘુતમ ભાડાને બદલે હવે લઘુતમ ભાડું રૂ.૫ થયું છે. જાેકે એના સ્ટેજમાં ઘટાડો કરાયો છે તેમજ રૂ. પાંચના ગુણાંકમાં ટિકિટના દર નક્કી કરાયા હોઈ પેસેન્જર સાથે છુટ્ટા પૈસાનો કકળાટ હાલ જાેવા મળતો નથી. છસ્જીમાં મહત્તમ ભાડું હવે રૂ.૩૦ થયું છે.
છેલ્લાં ૧૦ વર્ષથી છસ્જીમાં કોઈ ભાડાવધારો કરાયો ન હોઈ તંત્રએ તેમાં વધારો કર્યો હોઈ પ્રારંભમાં આના કારણે પેસેન્જર્સનો ધસારો ઓછો થશે તેવા તર્ક-વિતર્ક ઊઠ્યા હતા. તા.૧ જુલાઈએ શનિવાર હતો અને તે દિવસે ભારે વરસાદની આગાહી હતી, જેના કારણે પેસેન્જર્સની સંખ્યા ઘટી હતી. તે દિવસે કુલ ૩,૪૦,૦૭૪ પેસેન્જર્સ નોંધાયા હતા, જ્યારે તેના છેલ્લા અઠવાડિયે એટલે કે તા.૨૪ જૂને કુલ ૩.૫૫ લાખ પેસેન્જર્સથયા હતા. એટલે કે ભાડાવધારાથી ૧૫ હજાર પેસેન્જર્સ ઘટ્યા હતા.બીજા દિવસે એટલે કે તા.૨ જુલાઈએ પેસેન્જર્સની સંખ્યામાં વધારે ઘટાડો થયો હતો, કારણ કે રવિવારની રજા હોઈ સ્વાભાવિકપણે પેસેન્જર ઘટ્યા હતા. રવિવારે ૩,૨૦,૬૫૩ પેસેન્જર્સ નોંધાયા હતા. શનિવારે તંત્રની આવક રૂ.૨૯,૩૪,૭૪૨ અને રવિવારે સાવ ઓછી થઈને રૂ.૧૮,૮૭,૧૩૫ થઈ હતી.
આ અંગે વધુ માહિતી આપતાં છસ્જીના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, સોમવાર તા. ૩જુલાઈના ઊઘડતા અઠવાડિયાના પહેલા દિવસથી જ પેસેન્જર્સ છસ્જી તરફ જબ્બર વળ્યા હતા. તે દિવસે ૪,૪૬,૦૪૧ જેટલા રેકોર્ડ ગણાય તેટલા પેસેન્જર્સ નોંધાયા હતા. ૪.૪૬ લાખથી વધુ પેસેન્જર્સથી સોમવારે તંત્રને રૂ. ૪૦,૬૧,૬૨૧ની અભૂતપૂર્વ એવી આવક થઈ હતી. તા. ૪જુલાઈએ ૪.૧૯ લાખથી વધુ પેસેન્જર્સથી રૂ.૩૭.૩૫ લાખથી વધુ આવક, તા.૫ જુલાઈએ ૪.૦૫ લાખથી વધુ પેસેન્જર્સથી રૂ.૩૩.૭૭ લાખથી વધુ આવક, તા. ૬ જુલાઈએ ૪.૦ ૧લાખથી વધુ પેસેન્જર્સથી રૂ. ૩૨.૧૪ લાખથી વધુ આવક તંત્રને થઈ હતી.
આ સાથે તા. ૭-૮ અને ૯ જુલાઈએ પણ છસ્જીમાં પેસેન્જર્સનો ધસારો જળવાઈ રહ્યો હતો અને તે મુજબ સત્તાવાળાઓને સારી એવી આવક થઈ હતી. છેલ્લા બે દિવસની એટલે કે તા.૧૦ જુલાઈ અને ૧૧ જુલાઈના પેસેન્જર્સ અને આવક તપાસતાં તા. ૧૦ જુલાઈએ ૪,૩૧,૭૬૫ પેસેન્જર્સથી તંત્રને રૂ.૩૨,૭૭,૮૫૮ની આવક અને તા.૧૧ જુલાઈએ સૌથી વધુ ૪,૪૭,૩૬૮ પેસેન્જર્સથી તંત્રને રૂ.૩૨,૨૦,૫૧૯ની આવક થવા પામી હતી. આમ ભાડાવધારા બાદના ચાલુ મહિનાના છેલ્લા ૧૧ દિવસની વિગત તપાસતાં પેસેન્જર્સ અને આવક એમ બંને દૃષ્ટિએ ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે.