Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જાેરદાર ચર્ચા ચાલી રહી છે ૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાેરદાર ચર્ચા
    Gujarat

    ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જાેરદાર ચર્ચા ચાલી રહી છે ૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની જાેરદાર ચર્ચા

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાલ દરેક વ્યક્તિને મોંઘવારીની ચિંતા સતાવી રહી છે. જીવન જરૂરિયાતી વસ્તુઓના સતત વધતા ભાવથી લોકોને ડર લાગી રહ્યો છે. ભાવ ઉંચેને ઉંચે જઈ રહ્યા છે, પણ નીચે ઉતરતા નથી. આવામાં હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ફરીથી ચર્ચા ઉઠી છે. ૧ જુલાઈથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની ડીલર વર્તુળોમાં જાેરદાર ચર્ચા ચાલી રહ્યાં છે. આ ચર્ચાથી નાગરિકો ગેલમાં આવી ગયા છે.
    વાત એમ છે કે, ક્રુડના ભાવ સતત નીચે ઉતરી રહ્યાં છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટે તે માટે સતત દબાણ વધી રહ્યું છે. ત્યારે ચર્ચા ઉઠી છે કે, ૧ જુલાઈથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જાહેર કરે તેવી પૂરતી શક્યતા છે. જાે આવુ થયુ તો લોકોના ખિસ્સાનો ભાર હળવો થશે. જાેકે, સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરે તેની કોઈ માહિતી હજી નથી.
    ક્રુડના ભાવ ૬૬ ડોલર ઘટી ગયા છે. આ વાતને ૧૪ માસ જેટલો સમય વીતી ગયો છે. છતાં પેટ્રોલ કે ડીઝલમાં કોઈ રાહત મળી નથી. ઉપરથી જીવન જીરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ સતત ઉંચા જઈ રહ્યાં છે. ટામેટા, ઘઉં, કઠોળ, વગેરેના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. તેમજ ક્રુડના ભાવ ઘટ્યા છતાં, ૨૦૨૨ ના મે મહિના બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ કારણે લોકો આ અંગે રાહતના સમાચાર ક્યારે આવે તેની રાહમાં છે.
    એક ચર્ચા એવી પણ છે કે, રશિયાએ ભારતને સસ્તુ ક્રુડ ઓઈલનુ વેચાણ ક્રયું છતાં તેનો લાભ નાગરિકોને મળતોનથી. ત્યારે આ જાહેરાત ક્યારે થશે. પેટ્રોલ-ડીઝલના તોતિંગ ભાવને કારણે લોકોની કમર તૂટી રહી છે. મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. આવામાં લોકોને હવે ક્યાંક રાહત મળે તેવી આશા જાગી છે.
    હાલની વાત કરીએ તો, ગુજરાતમાં લગભગ ૫૫૦૦ કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પેટ્રોલ પંપ આવેલા છે. અમદાવાદની વાત કરીએ તો, હાલ પેટ્રોલનો ભાવ ૯૬.૪૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૯૨.૧૭ રૂપિયા ચાલી રહ્યો છે. આવામા સરકાર કેટલો ભાવ ઘટાડો જાહેર કરી તે હજી ખબર નથી.
    વડાપ્રધાન મોદીએ મંગળવારે ભોપાલની મુલાકાત દરમિયાન પેટ્રોલના ભાવ પર ખુલીને વાત કરી હતી. જે બાદ પેટ્રોલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    તેમણે પેટ્રોલના દર પર રાજનીતિ કરવા બદલ વિરોધ પક્ષોની ટીકા કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.