Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો કેનેડાના વિઝા માટે લોકલ કાયદા જાણવા જરૂરી બનશે
    WORLD

    ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો કેનેડાના વિઝા માટે લોકલ કાયદા જાણવા જરૂરી બનશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 25, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હાયર એજ્યુકેશન માટે કેનેડા પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને વિઝાના નિયમો બદલાય તેવી શક્યતા છે. મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના કાયદાની જાણકારી ન હોવાથી તેઓ એડમિશન લે ત્યારે જ કેનેડાના કાયદાઓ વિશે જાણકારી આપવા વિચારવામાં આવ્યું છે. ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ (ૈંઝ્રઝ્રઝ્ર) એ આ સમસ્યાના ઉકેલ માટે ઈમિગ્રેશન મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. હવેથી ભારતીય સ્ટુડન્ટે કેનેડાના વિઝા મેળવતા અગાઉ એક ફરજિયાત ક્લોઝ પર સહી કરવી પડે તેવી શક્યતા છે.
    તાજેતરમાં કેનેડામાં ૭૦૦થી વધારે પંજાબી વિદ્યાર્થીઓને લગતો વિવાદ થયો હતો જેમાં આ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવા પડે તેવી નોબત આવી હતી. હાલ પૂરતું તેમનું ડિપોર્ટેશન અટકી ગયું છે, પરંતુ સ્ટુડન્ટ્‌સમાં આ વિશે જાગૃતિ આવે તે જરૂરી છે.
    કેનેડામાં ભારતીયોના સૌથી જૂના સંગઠનના પ્રેસિડન્ટે જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડાના કાયદા વિશે બહુ ઓછી માહિતી છે. તેના કારણે આ વિદ્યાર્થીઓ અને ભારતીયો-કેનેડિયનોને ભારે મુશ્કેલી પડી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓ એક્સિડન્ટમાં માર્યા જાય છે અને તળાવોમાં ડૂબી રહ્યા છે. તેનું કારણ છે કે તેમને કેનેડાના કાયદા વિશે જાણકારી નથી. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. અમુક કિસ્સામાં ભારતીય વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાનું પણ જાેવા મળ્યું છે. આ સ્ટુડન્ટ્‌સને ખબર નથી કે તેમને કોઈ પણ તકલીફ પડે તો કોની પાસે મદદ માંગવી.
    ભારતમાંથી કોઈ પણ વિદ્યાર્થી કેનેડા આવે ત્યારે તેનું મોટા ભાગનું પેપરવર્ક એજન્ટો દ્વારા કરવામાં આવ્યું હોય છે. તેના કારણે તેમને કેનેડાના કાયદા અને નિયમો વિશે બહુ ઓછી માહિતી હોય છે.
    એક્સપર્ટે જણાવ્યું કે ઈન્ડો-કેનેડિયન ચેમ્બરે ઇમિગ્રેશન મંત્રીને જણાવ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની સંસ્થામાં એડમિશન લે ત્યારે તેમને એક એકનોલેજમેન્ટ ફોર્મ પર સહી કરવા જણાવવામાં આવે. તેમાં તેમને કેનેડાના બેઝિક કાયદા વિશે જણાવવામાં આવ્યું હશે. આ કાયદાનો ભંગ થાય તો તેના કેવા પરિણામ આવી શકે તે વિશે પણ સ્ટુડન્ટ્‌સને જણાવવામાં આવશે. કેનેડિયન કોલેજાેમાં એડમિશન લેવું હોય તો સ્ટુડન્ટે પોતાને કાયદાની જાણકારી છે એવી બાંહેધરી પત્ર પર સહી કરવી પડશે.
    ઈન્ડો-કેનેડિયન સમુદાયે માંગણી કરી છે કે તમામ કેનેડિયન કોલેજાે દ્વારા એરપોર્ટ પર કાઉન્ટર શરૂ કરવામાં આવે જેથી સ્ટુડન્ટનું લેન્ડિંગ થાય ત્યારથી જ તેમને મદદ કરવામાં આવે. તેમાં વિદ્યાર્થીઓને એક બૂકલેટ આપવામાં આવશે. તેમાં જાહેર સ્થળો પર કયા કાયદા પાળવા અને તેનું ઉલ્લંઘ કરવાથી શું થશે તેની માહિતી આપી હશે. જેમ કે ટ્રાફિકના નિયમો તોડવાથી કેટલો દંડ થાય, ભાડું ન ચુકવો તો શું થાય, તમને સ્ટ્રેસ હોય કે બીજી કોઈ તકલીફ હોય તો કયા ઈમરજન્સી નંબર ડાયલ કરવા તે જણાવાયું હશે. તેમાં કેટલાક એનજીઓ અને કોન્સ્યુલેટના ફોન નંબર પણ આપેલા હશે.
    ઈન્ડો-કેનેડિયન સમુદાયે તો એવી પણ ચેતવણી આપી છે કે કોઈ વિદ્યાર્થી આ નિયમોનો ભંગ કરે તો તેની સામે કોઈ દયા દાખવવી ન જાેઈએ અને તેને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવા જાેઈએ. કેનેડામાં ઘણા ભારતીય સ્ટુડન્ટ્‌સ ભાડું ભરતા ન હોય તથા ફ્લેટ ખાલી કરતા ન હોય તેવી ફરિયાદો વધી છે. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્‌સ વિરોધી લાગણીને વેગ મળે છે. તાજેતરમાં પંજાબથી કેનેડા ગયેલા ૭૦૦થી વધારે વિદ્યાર્થીઓએ બનાવટી ડોક્યુમેન્ટ પર એડમિશન લીધું હોવાનું બહાર આવતા મામલો ગરમાયો હતો. આ તમામ વિદ્યાર્થીઓને ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા હતી, પરંતુ રાજકીય હસ્તક્ષેપના કારણે હાલ પૂરતો મામલો શાંત પડ્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025

    Lahore Blast Today: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં હવે ડ્રોન હુમલાઓ, લાહોર 3 વિસ્ફોટોથી હચમચી ગયું

    May 8, 2025

    Donald Trump: ટ્રમ્પના જવાબી ટેરિફથી ભારતના આ 10 ક્ષેત્રો પ્રભાવિત થશે, જાણો કેવી રીતે

    April 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.