સુરતના અણુવ્રત દ્વાર પાસે આવેલા ઓવર બ્રિજનું સમારકામ ભર ચોમાસે શરૂ કરાતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચોમાસુ બેસે તે પહેલાં પ્રિમોન્સૂન કામગીરી કરવાની હોય છે. પરંતુ ભર ચોમાસે એક તરફનો બ્રિજ બંધ કરી પ્રિ-મોન્સૂન કામગીરી કરતા લોકો પરેશાન થઈ રહ્યા છે.
મહત્વની વાત એ છે કે ૨૦૧૬માં જુલાઈ મહિનામાં તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્રે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો, માત્ર સાત વર્ષમાં આ શું થયું કે બ્રિજને બંધ કરી રીપેરીંગ કામ કરવાની નોબત પડી રહી છે. સુરત મહાનગર પાલિકા સ્માર્ટસીટીની વાત કરે છે. સુરતને સ્માર્ટ બનાવવા માટે પાલિકા અનેક આગોતરા આયોજન કરે છે.
જાેકે આ આયોજન માત્ર કાગળ પર હોય તેવું લાગે છે. તેવી જ એક ઘટના સામે આવી છે. સુરત ના મગદલ્લાથી યુનિવર્સિટી રોડ પર અણુવ્રત દ્વાર સામે આવેલ ઓવર બ્રિજ બિસમાર થઈ ગયો હતો.
આ બ્રિજનું સમારકામ ભર ચોમાસે કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પાલિકાના કર્મચારીઓ પ્રિમોન્સૂન ની કામગીરી દરમ્યાન શુ કરતા હતા? સુરત મહાનગર પાલિકા પ્રિમોન્સૂન કામગીરીમા રોડ રસ્તા, ડ્રેનેજ સહિતની કામગીરી ચોમાસા પહેલા જ પૂર્ણ કરી નાખવાની હોય છે.
જાેકે આ ઓવર બ્રિજ ઘણા સમયથી બિસ્માર હતો. તેમ છતાં હમણાં સુધી તેનું સમારકામ કરાયું ના હતું અને ચોમાસુ શરૂ થઈ ગયું. ત્યારબાદ જ આ બ્રિજ રીપેર કરવાનું મુહર્ત નીકળ્યું હોય તેમ ચાલુ ચોમાસે કામ શરૂ કર્યું હતું. ચોમાસા દરમ્યાન કામ શરૂ કરાતા વાહન ચાલકોને ખૂબ હાલાકી પડી રહી છે. બ્રિજ પર કામ શરૂ કરતા બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ચાલુ વરસાદે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે.