Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિને સુપ્રીમે મોટો ઝાટકો આપ્યો બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ પર ૮ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ
    WORLD

    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિને સુપ્રીમે મોટો ઝાટકો આપ્યો બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ પર ૮ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મોટો ઝાટકો આપ્યો છે. સાત જજાેની બેન્ચે બોલસોનારો પર આગામી આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ૨૦૩૦ સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે. સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો હતો.
    પૂર્વ રાષ્ટ્રપતિ પર પોતાના હોદ્દાનો દુરપયોગ કરવાનો આરોપ હતો અને કોર્ટે આ આરોપ સાચા હોવાનુ સ્વીકારીને ચુકાદો આપ્યો હતો. હવે બોલસોનારો ૨૦૨૬માં યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી નહીં કરી શકે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે, બોલસોનારોએ પોતાના હોદ્દાનો દુરપયોગ કરીને ચૂંટણી જીતવા માટે સરકારી માધ્યમોની મદદ લીધી હતી.

    બ્રાઝિલની યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના અધ્યાપક કાર્લોસ મેલોનુ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે બોલસોનારોની ફરી રાષ્ટ્રપતિ બનવાની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયુ છે અને બોલસોનારો પોતે પણ આ વાતને સારી રીતે જાણે છે. હવે તેઓ જેલની સજા ના થાય તે માટે પ્રયત્નો કરશે. પોતાનો રાજકીય વારસો જળવાઈ રહે તે માટે કેટલાક નિકટના વ્યક્તિઓને આગળ કરશે પણ તેઓ પોતે રાષ્ટ્રપતિ બને તેવી શક્યતાઓ હવે બહુ ઓછી છે.
    બોલસોનારો સામે જે આરોપ છે તે મામલો ૨૦૨૨નો છે. જેમાં બોલસોનારોએ વિદેશી રાજદૂતોને દેશની ઈ વોટિંગ સિસ્ટમમાં ગરબડ થઈ છે તેવુ બતાવવા માટે સરકારી ટીવી ચેનલ અને રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનનો ઉપયોગ કર્યો હતો.
    કોર્ટનુ કહેવુ છે કે, જે પણ આરોપ છે તે સાચા છે અને રાષ્ટ્રપતિના મહેલમાં બોલાવવામાં આવેલી બેઠક રાષ્ટ્રપતિના આમંત્રણથી જ બોલાવવામાં આવી હતી

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    International Yoga Day: સમગ્ર ભારતે યોગનો ઉત્સવ ઉજવ્યો, સૈન્યથી સમુદાય સુધી યોગની એકતા

    June 21, 2025

    Iran Israel War: જો ઈરાન યુદ્ધ હારે તો શું અમેરિકા તેના પર કબજો કરશે? એક વિશ્લેષણ

    June 20, 2025

    Israel Attacks Iran: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લશ્કરી તણાવ, મિસાઈલ હુમલાઓ અને પ્રતિસાદ

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.