Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»બિહારમાં યોગ દિવસની ઊજવણી સમયની ઘટના યોગ કરતી વખતે કેન્દ્રીય પ્રધાન પશુપતિ પારસની તબિયત લથડી
    India

    બિહારમાં યોગ દિવસની ઊજવણી સમયની ઘટના યોગ કરતી વખતે કેન્દ્રીય પ્રધાન પશુપતિ પારસની તબિયત લથડી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આતંરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કરતી વખતે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની તબિયત અચાનક લથડી હતી. કેન્દ્રીય મંત્રી મંચ પર જ ઢળી પડ્યા હતા. જેના કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળ પર હાજર અધિકારીઓ અને તેમના પીએ એ પશુપતિ કુમાર પારસને ઉઠાડીને સોફા પર બેસાડ્યા હતા. પશુપતિ કુમાર પારસે જણાવ્યું કે, ગત દિવસોમાં તેમની ગાડી ખાડામાં ખાબકી ગઈ હતી જેના કારણે તેમને કેટલીક શારિરીક સમસ્યાઓ થઈ હતી. ત્યારબાદ યોગ કરતી વખતે તેમની તબિયત લથડી હતી. તેમણે જણાવ્યું કે, અહીંથી જઈને તેઓ દિલ્હી એઈમ્સમાં સારવાર કરાવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાજીપુરના કોનહારા નજીક આયોજિત યોગ શિબિરમાં યોગ કરવા માટે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ પહોંચ્યા હતા. મંત્રી યોગ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક તેમની તબિયત લથડી હતી.
    તેમણે યોગ કરવા માટે અસમર્થતા વ્યક્ત કરી અને મંચ પર જ ઢળી પડ્યા હતા. સ્થળ પર હાજર અધિકારી અને તેમના પીએએ તેમને સંભાળ્યા અને તમને ઉથાડીને સોફા પર બેસાડ્યા હતા.
    મીડિયા સાથે વાતચીત કરતી વખતે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મારી તબિયત ખરાબ છે. ગત દિવસોમાં મુઝફ્ફરપુર જતી વખતે મારી કાર ખાડામાં ખાબકી ગઈ હતી જેના કારણે કેટલીક શારીરિક સમસ્યા થઈ છે. શારીરિક સમસ્યાના કારણે યોગ કરવામાં તકલીફ પડી રહી છે. દિલ્હી જઈને એઈમ્સમાં ઈલાજ કરાવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    એશિયાડમાં શુટિંગમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો એશિયાડમાં ભારતે ફરી એકવાર ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    September 29, 2023

    મોતની ખાણ ૪ મજૂરોને ભરખી ગઈ સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

    September 29, 2023

    ખોટો નીકળ્યો પૂજારીનો દાવો વડાપ્રધાન મોદીએ દાનપાત્રમાં કવર નહીં પણ નોટો નાખી હતી

    September 28, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version