Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»બલાની ખૂબસૂરત અભિનેત્રીની વિવાદિત જિંદગી સુષ્મિતાના એક્ટર ક્રિકેટર અને મેનેજર સહિત ૧૦ અફેર
    Entertainment

    બલાની ખૂબસૂરત અભિનેત્રીની વિવાદિત જિંદગી સુષ્મિતાના એક્ટર ક્રિકેટર અને મેનેજર સહિત ૧૦ અફેર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુષ્મિતા સેન અને તેનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ ડિસેમ્બર ૨૦૨૧માં અલગ થઈ ગયા. તેઓ ઘણીવાર પરિવાર સાથે રજાઓમાં સમય પસાર કરતાં હતા. બ્રેકઅપ થઈ ગયું હોવા છતાં, તેમણે મળવાનું અને ડિનર ડેટ પર જવાનું ચાલુ રાખ્યું. જાે કે, ગયા વર્ષે ચાહકોને આશ્ચર્ય થયું હતું જ્યારે ઉદ્યોગપતિ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે વેકેશનનો ફોટો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સાથે ડેટ કરી રહ્યો છે. સુષ્મિતા સેન લલિત મોદી સાથે હોલિડે પર જતા પહેલા તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથેના બ્રેકઅપને કારણે ચર્ચામાં હતી, પરંતુ હવે બંને ફરીથી સાથે જાેવા મળ્યા છે, જેના કારણે તેમના અફેરની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે. રોહમને ‘મિર્ચી એક્સપ્રેસ’ સાથેની વાતચીતમાં કહ્યું, ‘તે જે પણ કરે છે તે શાનદાર છે. તેમની આસપાસ રહીને કોઈને કંઈક શીખવા મળે છે. તેની હાજરીમાં તમે આવું જ સારું અનુભવશો. સુષ્મિતા સેન સાથે સ્પોટ થવા પર રોહમને કહ્યું હતું કે, ‘અમે સાથે સારા દેખાઈએ છીએ. અમે લોકો માટે જીવતા નથી તેથી વાંધો નથી. તમે તમારું કામ કરતા રહો, લોકો શું કહે છે, તે તેમના પર છોડી દો. તમારે દરેકને જવાબ આપવાની જરૂર નથી. લોકો જે કહે છે તેના પર તમે તમારી પ્રતિક્રિયા આપી શકતા નથી. સુષ્મિતા સેનનું ઘણા સ્ટાર્સ સાથે અફેર હતું એવી ચર્ચાઓ ચાલતી હોય છે. પરંતુ તેણે કોઈને પણ પોતાનો લાઈફ પાર્ટનર નથી બનાવ્યો. કહેવાય છે કે તે રણદીપ હુડ્ડા સાથે લગભગ ૩ વર્ષ સુધી રિલેશનશિપમાં હતી, જેની સાથે બ્રેકઅપ બાદ તેનું નામ માનવ મેનન સાથે જાેડાયું હતું. ૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘દસ્તક’ના શૂટિંગ દરમિયાન તે વિક્રમ ભટ્ટની નજીક આવી હતી. તેનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે પણ જાેડાયું હતું. તે ડિરેક્ટર મુદસ્સર અઝીઝ સાથે પણ રિલેશનશિપમાં રહી ચુકી છે. સુષ્મિતા સેન વિશે એવી પણ ચર્ચા હતી કે તે બિઝનેસમેન સંજય નારંગ સાથે લગ્ન કરવા માંગે છે. ફિલ્મ પ્રોડ્યુસર ઈમ્તિયાઝ ખત્રી સાથે તેનું અફેર પણ ચર્ચામાં રહ્યું છે. સુષ્મિતાના મેનેજર બંટી સચદેવ, જેઓ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટની કાળજી લેતા હતા, તેમની સાથે સુષ્મિતાના અફેરની ચર્ચા પણ ખાસ્સી ચાલી હતી. ૪૭ વર્ષની સુષ્મિતા સેનમાં જ્યારે માતા બનવાની ઈચ્છા જાગી ત્યારે તેણે બે છોકરીઓને દત્તક લીધી હતી. ૧૯૯૪ માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યાના થોડા વર્ષો પછી, સુષ્મિતા સેને ૨૦૦૦ માં મોટી પુત્રી રિની સેનને દત્તક લીધી, જે તે સમયે માત્ર ૬ મહિનાની હતી. ત્યારબાદ તેણે તેની બીજી પુત્રી અલીસાને દત્તક લીધી, જે ૧૩ વર્ષની છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મિત્રો સાથે કિંગ ખાનના ડાન્સ મૂવ્સ રિક્રિએટ કર્યા હાનિયા આમિરે શાહરુખની “જવાન”ના ગીત પર ડાન્સ કર્યો

    September 25, 2023

    ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ પ્રથમવાર જાહેરમાં દેખાયા નુપૂર શર્માએ ફિલ્મ ધ વેક્સિન વૉરનું કર્યું પ્રમોશન

    September 25, 2023

    ગણપતિ પૂજા માટે પહોંચ્યા સલમાન અને શાહરૂખ CM એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા ‘કરણ-અર્જુન’

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version