પવિત્ર રિશ્તા સીરિયલથી પોપ્યુલર થયેલી અંકિતા લોખંડેને ટ્રોલિંગ સાથે જૂનો સંબંધ તેમ કહી શકાય. બોલ્ડ ફોટો હોય કે પતિ વિકી જૈન સાથેનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા યૂઝર્સ તેની પોસ્ટ પર નેગેટિવ કોમેન્ટ્સ કરતાં રહે છે. ખાસ કરીને સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેને ખરીખોટી સંભળાવતા રહે છે. સુશાંત સાથે વર્ષો પહેલા થયેલું અંકિતાનું બ્રેકઅપ લોકો હજી ભૂલ્યા નથી. હાલમાં એક્ટ્રેસે વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ના સોન્ગ ‘તું હૈ તો મુજે ફિર ઔર ક્યાં ચાહિયે’ પર પતિ સાથે રોમાન્સ કરતો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેની હરકત કેટલાકને પસંદ આવી નહોતી અને ટિકા કરવાનું શરૂ કરી દીધું હતું. અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે વીડિયો શેર કરતાં લખ્યું હતું ‘તું હૈ તો મુજે ફિર ઔર ક્યા ચાહિયે… બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર વાલા પ્યાર હૈ’. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘અંકિતા મને ગમે છે પરંતુ તે આટલી ઓવર એક્ટિંગ કેમ કરી રહી રહી છે
. આ વીડિયો નોનસેન્સ છે’, એક યૂઝરે લખ્યું હતું ‘આ તારો જે પતિ છે ને એ સહેજ પણ હેન્ડસમ નથી, સુશાંત સિંહ રાજપૂત તો હીરો હતો’ તો એક યૂઝરે પૂછ્યું હતું ‘તમે બંને આ શું કરી રહ્યા છો?’, એકે લખ્યું હતું ‘મને ખબર નથી પડતી કે આ બધું જાહેરમાં દેખાડવાની ક્યાં જરૂર છે. જે છે તે પ્રાઈવેટ રાખો’, અન્ય એકે લખ્યું હતું ‘અશ્લીલતા ફેલાવવી છે તો રૂમ બંધ કરીને કરો. જાે હકીકતમાં તારો પતિ પ્રેમ કરતો હોત તો આવું જાહેરમાં ન કરવા દેત’. જાે કે, તેના ફેન્સે બંનેની જાેડીને વખાણી હતી તો દિવ્યાંકા ત્રિપાઠીએ તેમને ‘ક્યૂટ’ કહ્યા હતા. અંકિતા લોખંડે હાલમાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે એક ઈન્ટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ જેવા ખરાબ અનુભવને શેર કર્યો હતો. આ તે સમયની વાત હતી જ્યારે તેની ઉંમર ૧૯ વર્ષ હતી અને એક્ટિંગમાં કરિયર બનાવવા માગચી હતી.
તેને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી અને આ માટે મીટિંગ પર બોલાવી હતી. તે સમયે તે શખ્સ સાથે એકલી હતી અને બધી વાત થયા બાદ કોમ્પ્રોમાઈઝ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને ચોંકી હતી. પરંતુ તેના કહેવા પ્રમાણે તે ચાલાક હતી અને તે સ્થિતિને સંભાળીને શખ્સનો ક્લાસ લીધો હતો. તેણે જણાવ્યું હતું કે, તે આ સ્થિતિનો બે વખત સામે આવ્યો હતો. તે જ્યારે ટીવી સ્ટાર બની ગઈ હતી અને ફિલ્મમોમાં કામ શોધી રહી હતી ત્યારે એક શખ્સ સાથે તેની મુલાકાત થઈ હતી. તેણે તેનો હાથ જે રીતે પકડ્યો હતો તે જાેઈ કંઈક ખરાબ થવાનું હોવાનું લાગ્યું હતું. જે બાદ તે ચાલુ મીટિંગમાંથી નીકળી ગઈ હતી. આ સિવાય અંકિતા લોખંડેએ ખુલાસો કર્યો હતો કે, મણિકર્ણિકા અને બાગી ૩ ફિલ્મમાં તેના વખાણ થયા હતા. તેમ છતાં તેને કામ મળી રહ્યું નથી. ઘણા સમયથી તેને કોઈ ઓફર મળી નથી અને આ વાતથી તેને ઠેસ પહોંચે છે.