સોશ્યલ મીડિયા પર અવારનવાર ઘણી ફોટોસ અને વીડિયો વાયરલ થતા હોય છે. હાલ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટના હીરો યશસ્વી જયસ્વાલના પિતાની એક ફોટો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલી ફોટોમાં યશસ્વી જયસ્વાલના પિતા કાવડ યાત્રા પર જઈ રહ્યા છે.
યશસ્વી જયસ્વાલના પિતા તેમની કાવડ યાત્રા દરમિયાન ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ જશે. જાે કે યશસ્વી જયસ્વાલના પિતાની કાવડ યાત્રાની ફોટો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશ્યલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. યશસ્વી જયસ્વાલના પિતાની આ કાવડ યાત્રાની સૌથી ખાસ વાત એ છે કે તેઓ ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ સુધી ચાલીને જશે.
યશસ્વી જયસ્વાલે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટમાં ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. યશસ્વી જયસ્વાલ માટે ટેસ્ટ ડેબ્યૂ ખૂબ જ યાદગાર રહ્યો હતો. તેની પહેલી જ ટેસ્ટ મેચમાં જયસ્વાલે ૧૭૧ રનની યાદગાર ઇનિંગ રમી હતી. તેમજ આ શાનદાર ઇનિંગ માટે યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ત્રિનિડાડમાં રમાશે.