Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પાક.ની સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી
    India

    પાક.ની સીમા હૈદર બાદ વધુ એક યુવતી સરહદ પાર કરી ભારતમાં ઘુસી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 15, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પાકિસ્તાનની સીમા હૈદર અને ભારતના સચિનની લવ સ્ટોરી હજુ શાંત પડી નથી ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પશ્ચિમ બંગાળમાંથી વધુ એક રસપ્રદ લવ સ્ટોરી સામે આવી છે. પણ આ કહાની સીમા હૈદરથી એકદમ અલગ છે. દેશની બોર્ડર પાર કરીને આવેલી છોકરી પાકિસ્તાન નહીં પણ બાંગ્લાદેશની છે. સીમા હૈદર સચિન સાથે લગ્ન કરીને સુખી જીવન જીવવા માગે છે, તો વળી બાંગ્લાદેશથી આવેલી યુવતીને પ્રેમમાં દગો મળ્યો છે અને આ યુવતીને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

    હકીકતમાં જાેઈએ તો, બાંગ્લાદેશથી આવેલી ૨૧ વર્ષિય સપલા અખ્તરની આ કહાની છે. સપલા પાડોશી દેશ બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લાના ફુલપુર વિસ્તારની રહેવાસી છે. સ્વયંસેવી સંસ્થાની મદદથી પોલીસે તેને સિલીગુડીમાંથી ધરપકડ કરી છે. કોર્ટમાં હાજર થયા બાદ ગેરકાયદેસર રીતે ઘુસવાના આરોપમાં જેલમાં મોકલી દીધી છે. સમાચાર એવા મળ્યા છે કે, સપલા અઢી મહિના પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ચુકી હતી. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તે પોતાના પ્રેમી સાથે મળવા અહીં આવી હતી. પણ પ્રેમીએ મળ્યાના થોડા દિવસ બાદ જાણવા મળ્યું કે, તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું ષડયંત્ર બનાવી રહ્યો હતો. જેમ તેમ કરીને તેનાથી બચીને આ યુવતી સિલીગુડી રેલ્વે સ્ટેશન પહોંચી, જ્યાં તેની ધરપકડ થઈ ગઈ. છોકરીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા દ્વારા તેને સિલીગુડીના એક શખ્સ સાથે પ્રેમ થઈ ગયો હતો.

    કેમ કે તેની પાસે ભારત આવવા માટે પુરતા દસ્તાવેજાે નહોતો, તો તેણે જીવ જાેખમમાં નાખીને પ્રેમીને મળવા સિલીગુડી આવી પહોંચી. ત્યાંથી તેનો પ્રેમી તેને બેંગલુરુ લઈ ગયો. થોડા દિવસ બાદ યુવક ગાયબ થઈ ગયો. છોકરીએ પોલીસને જણાવ્યું કે, તેનો પ્રેમી તેને દેહવેપારમાં ધકેલવાનું ષડયંત્ર રચી રહ્યો છે. જેવી પ્રેમીની સચ્ચાઈ સામે આવી તે, યુવતીએ ભાગીને સિલીગુડી રેલવે સ્ટેશને આવી પહોંચી. સિલીગુડી રેલ્વે સ્ટેશન પર સ્વયંસેવી સંસ્થાએ તેને સંદિગ્ધ હાલતમાં ફરતા પકડી પાડી. સંસ્થાએ તેને પોલીસને હવાલે કરી દીધી. પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસવાના આરોપસર ધરપકડ કરી લીધી. ગુરુવારે સિલીગુડી કોર્ટમાં હાજર થયા બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી. પોલીસ છોકરીની વાત પર હવે યુવકની શોધખોળ કરી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.