પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અનુસાર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) રાજ્યમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. બે વર્ષ પહેલા ટીએમસીએ સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. રાતભર ચાલેલી ગણતરી બાળ રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ટીએમસીએ અજેય લીડ મેળવી લીધી છે.એસઈસીઅનુસાર, બુધવારે સવારે ૮ વાગ્યા સુધી ટીએમસીએ ૩૪,૩૫૯ ગ્રામ પંચાયત સીટો જીતી છે અને ૭૫૨ સીટો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે, ટીએમસીની નજીકની હરીફ ભાજપે ૯,૫૪૫ બેઠકો જીતી છે અને ૧૮૦ બેઠકો પર આગળ છે. રાજ્યમાં કુલ ૬૩,૨૨૯ ગ્રામ પંચાયત બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
સીપીઆઈ(એમ) એ ૨,૮૮૫ સીટો જીતી છે અને ૯૬ સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસે ૨,૪૯૮ સીટો જીતી છે અને ૭૨ સીટો પર આગળ ચાલી રહી છે.મતગણતરી એકંદરે શાંતિપૂર્ણ રહી હતી પરંતુ ભાંગરમાં બોમ્બ ફેંકવા સહિતની છૂટાછવાયા બનાવોને કારણે મતગણતરીની પ્રક્રિયા પર અસર થઈ હતી. મંગળવારે રાત્રે કેન્દ્રીય દળો અને રાજ્ય પોલીસ દ્વારા બેકાબૂ ટોળા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે ભારતીય સેક્યુલર ફ્રન્ટ (આઈએસએફ) સમર્થકો અને આઈપીએસઅધિકારી સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયેલા મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે રાત્રે પંચાયત ચૂંટણીમાં ટીએમસીની શાનદાર જીત માટે પશ્ચિમ બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ગ્રામીણ બંગાળમાં દરેક જગ્યાએ ટીએમસી છવાયેલી છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યેના પ્રેમ, સ્નેહ અને સમર્થન માટે હું લોકોનો આભાર માનું છું. આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજ્યના લોકોના દિલમાં માત્ર ટીએમસીજ વસે છે.