ગુજરાતનાં નવસારી જિલ્લાનાં બિલિમોરાની પાસે ૨૬ વર્ષીય યુવકે સગીર લિવ-ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. બિલિમોરા પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે યુવક લગભગ એક વર્ષથી આ છોકરી સાથે લિવ-ઈનમાં રહેતો હતો. તે કારખાનામાં મજૂરી કરતો હતો.અધિકારીએ જણાવ્યું કે બુધવારે બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો જે બાદ બિહારનાં નિવાસી આ યુવકે છોકરીનું ગળું દબાવીને મર્ડર કર્યું. હત્યા બાદ આરોપીએ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
યુવકનાં એક સંબંધીએ પોલીસને માહિતી આપી હતી કે યુવક તેની સગીરા લિવ-ઈન પાર્ટનર પુખ્ત થાય ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર છોકરીએ યુવકનાં સંબંધીને જણાવ્યું હતું કે યુવક માદક પદાર્થોનાં સેવન બાદ હિંસક થઈ જતો હતો અને તેની સાથે મારપીટ કરતો હતો. અધિકારીએ જણાવ્યું કે બુધવારે રાત્રે યુવકે નશામાં સગીરા સાથે ઝઘડો કર્યો અને ગુસ્સામાં આવીને સગીરાનું ગળું દબાવી હત્યા કરી દીધી. છેલ્લે પોતે પણ સ્યુસાઈડ કરી લીધું હતું.હાલમાં જ દિલ્હીનો શ્રદ્ધા વૉકર મર્ડર કેસ ચર્ચામાં હતો. આ કેસમાં શ્રદ્ધાનાં લિવ-ઈન પાર્ટનરે તેની હત્યા કરીને તેનાં શરીરનાં ટૂકડાઓને જંગલમાં ફેંકી દીધાં હતાં. મુંબઈમાં પણ આરોપીએ પોતાની લિવ-ઈન પાર્ટનર મહિલાનું મર્ડર કર્યું હતું. એટલું જ નહીં પુરાવાઓ ન મળે તે માટે તેના શરીરનાં ટુકડાઓને કૂકરમાં બાફી દીધાં હતાં.