બાગેશ્વરધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે સાંજે વડોદરા પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે વાઘોડિયા રોડ પર આવેલા શ્રી મહેંદીપુર બાલાજી ધામના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી વાઘોડિયા રોડ ખાતે નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થતિ રહ્યા હતા. બાબા બાગેશ્વરના હસ્તે હનુમાનજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. હનુમાનજીની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ભક્તો માટે વિશેષ ડોમ તૈયાર કરાયો હતો. આ ઉપરાંત પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાયો હતો. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગઈકાલે સાંજે વડોદરા આવી પહોંચ્યા હતા. તેઓ વડોદરા આવવાના છે, તેવી કોઈને પણ જાણ નહોતી. મીડિયા કે અન્ય કોઈ વ્યક્તિને ખબર પડે એવી રીતે તેઓ હરણી ખાતે આવેલા એરપોર્ટથી સીધા ખાનગી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તો બીજી બાજુ એકાએક વડોદરામાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું આગમન થતાં શ્રદ્ધાળુઓ ચોંકી ગયા હતા અને તેમના દર્શનનો લાવો લેવા માટે પહોંચી ગયા હતા.