દૂધસાગર રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
દૂધસાગર રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ઢોર પકડ પાર્ટીએ રસ્તા પર રહેલા બકરાંને વાહનમાં પૂરી દેતાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. થોડીવાર માટે સ્થાનિકો અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઝપાઝપી જાેવા મળી હતી. ઘટનાને લઈ કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર મકબુલ ઉદાણી સ્થળ પર પહોંચી ગયા હતા અને કોર્પોરેશનની ટીમ પાસેથી બકરાં છોડાવ્યા હતા.
કોર્પોરેટરનો દાવો છે કે કોર્પોરેશનની ટીમે લોકોની માલિકીના બાંધેલા બકરાં પકડ્યા હતા. સમગ્ર મામલે ઢોર પકડ પાર્ટી પોલીસ ફરિયાદ નોંધાવી શકે તેમ છે. બકરાં પકડતાં આ સમગ્ર હોબાળો થયો હતો. ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ થતાં વિવિયાદ થયો છે. આ સમગ્ર બાબત અંગે અંતે કોર્પોરેટર મકબુલ ઉદાણી સ્થળ પર પહોંચી ઢોર પકડ ટીમ પાસેથી બકરાં છોડાવ્યા હતા.