Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»India»ટ્રાફિક પોલીસે રૂ.૩ કરોડના મેમો ફાડ્યા એકપણ રૂપિયો સરકારી ખાતામાં જમા ન કરાવી મોટી ગેમ રમી
    India

    ટ્રાફિક પોલીસે રૂ.૩ કરોડના મેમો ફાડ્યા એકપણ રૂપિયો સરકારી ખાતામાં જમા ન કરાવી મોટી ગેમ રમી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટ્રાફિક મેમોમાં મોટાપાયે કૌભાંડના આરોપી હેડ કોન્સટેબલના રિમાન્ડ દરમિયાન ૬૧ લાખ રૂપિયા જપ્ત કરાયા છે. આરોપીને પછી બીજીવાર ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર લઈ જવાયો હતો. આ દરમિયાન તેની પાસેથી ઘણી રકમ જપ્ત કરાઈ હતી. ડીએસપી વિજયપાલે જણાવ્યું કે આ રકમ આરોપીના ઘરેથી જપ્ત કરવામાં આવી છે. આરોપીએ ૩ કરોડ ૨૩ લાખ ૯ હજાર ૮૫૦ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

    પોલીસ હવે ૨ કરોડ ૬૨ લાખ ૯ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે. એટલું જ નહીં આ દરમિયાન તેણે ઈ-ચલણમાં પણ કૌભાંડ કરી મોટી રકમ જપ્ત કરી લીધી છે. જાેકે આરોપી હેડ કોન્સ્ટેબલે રિમાન્ડ દરમિયાન આખા કૌભાંડની વિગતો જણાવી દીધી હતી. તેણે જણાવ્યું કે આ મેમો બ્રાન્ચ હેડ તરીકે કામ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ ઘણા સમયથી કાર્યરત હતો. આ દરમિયાન તેણે ચલણની રકમ બેંક ખાતામાં જમા કરાવી ન હતી અને તે પોતાના અંગત કામ માટે લેતો હતો. તેવામાં બેંકમાં રૂપિયા જમા ન થયાની તપાસ ડીએસપી સંદીપ મોરને સોંપવામાં આવી હતી. લગભગ બે મહિના સુધી ચાલેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે ચલણ વિન્ડો પર તૈનાત પોલીસકર્મીઓએ ઈ-ચલણની રકમની ઉચાપત કરી હતી. આરોપીઓએ નકલી બેંક સ્ટેટમેન્ટ અને સ્ટેમ્પનો ઉપયોગ કરીને ૩ કરોડ ૨૨ લાખ ૯૭ હજાર ૧૫૦ રૂપિયાની ઉચાપત કરી હતી.

    આ ઉપરાંત જૂન ૨૦૨૦માં વિવિધ પોસ્ટ સ્ટેશનોમાં ઈ-ચલણ મશીન દ્વારા ફાડવામાં આવેલા મેમોની રકમના ખાતામાં બે લાખ ૭૮ હજાર ૪૦૦ રૂપિયા પણ જમા થયા ન હતા. ઓગસ્ટ ૨૦૨૧માં ઈૐઝ્ર ઓમ્બીરે ૧૨ હજાર ૭૦૦ રૂપિયાની ઉચાપત કરી હતી. ડીએસપીએ જણાવ્યું કે મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલ જનકની ૨૮ જૂને ધરપકડ કરવામાં આવી હતી અને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી આ ઘટનામાં વપરાયેલા મોબાઈલ અને ઉચાપત કરેલી રકમમાંથી રૂ.૬૧ લાખ મળી આવ્યા છે.

    બાકી રકમની વસૂલાત માટે બીજી વખત તેને ૪ દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. બીજા આરોપી ઓમ્બિરની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ આરોપીઓએ આ રકમ જુગારમાં વેડફી નાખી હોવાનું સૂત્રોનું કહેવું છે. જુગારમાં હારી ગયેલા પૈસાની વસૂલાત માટે પોલીસ જુગારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસે જુગારીઓ પાસેથી અન્ય રકમની રિકવરી માટે આરોપીને બીજી વખત રિમાન્ડ પર લીધો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    પુરુષોની ૧૯ મીટર એર રાઈફલ સ્પર્ધામાં જીત્યો ગોલ્ડ એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતે જીત્યો પહેલો ગોલ્ડ

    September 25, 2023

    ભારતના વળતા પ્રહારથી હવે કેનેડાના બદલાયા સૂર ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છે ઃ કેનેડાના રક્ષામંત્રી

    September 25, 2023

    ૪ થી ૬ ઓક્ટોબરના રોજ યોજાશે બેઠક રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા બેઠકમાં પોલિસી રેટ યથાવત રહી શકે

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version