Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઝારખંડના ધનબાદમાં તંગદીલી ઈ-રિક્ષા બેટરી ચાર્જર ચોરીના વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ
    India

    ઝારખંડના ધનબાદમાં તંગદીલી ઈ-રિક્ષા બેટરી ચાર્જર ચોરીના વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 2, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ધનબાદ જિલ્લામાં ઈ-રિક્ષાના બેટરી ચાર્જરની ચોરીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. એટલું જ નહીં ભયંકર બોમ્બમારો પણ થયો હતો. ઘટનાને જાેતા જિલ્લા મુખ્યાલયથી વધારાનું પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું છે. હવે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
    આ મામલો કાત્રાસ પોલીસ સ્ટેશન વિસ્તારના છતાબાદ કૈલુડીહના ખટાલનો છે. ટોટો વાહનનું ચાર્જર એટલે કે ઈ-રિક્ષા ચોરાઈ જતાં બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ ખૂબ જ મારપીટ થઈ. જેમાં એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. આ લડાઈમાં એક જૂથ જનાર્દન યાદવ, રાજીવ યાદવ અને વિજય યાદવનું છે અને બીજું જૂથ મોહમ્મદ શમીમ અખ્તર, મોહમ્મદ નૌશાદ અંસારી, શાહનવાઝ અંસારી, દિલશાદ અંસારી અને મોહમ્મદ આફતાબનું છે.

    ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ લગભગ ૨ કલાક બાદ ફરી સ્થિતિ વણસી હતી. આ ઘટનાના વિરોધમાં એક જૂથે સ્થાનિક કાઉન્સિલરના પ્રતિનિધિનું પૂતળું પણ સળગાવ્યુ હતું.
    આ પછી ધીમે-ધીમે લોકોનું ટોળું ઉશ્કેરાઈ ગયું અને સ્થળ પર ભારે પથ્થરમારો થયો. બંને જૂથોએ બોમ્બમારો પણ કર્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ સ્થાનિક પોલીસ માટે પરિસ્થિતિને કાબૂમાં રાખવી ખૂબ જ મુશ્કેલ બની રહી હતી. બાદમાં જિલ્લા મથકેથી અન્ય પોલીસ ટીમોને બોલાવવામાં આવી હતી. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. આ ઘટના બાદ પરસ્પર સંવાદિતા બગડી છે. બંને જૂથો એકબીજા સામે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
    બાઘમારાના સર્કલ ઓફિસર કેકે સિંહે જણાવ્યું કે, કેટલાક પરસ્પર વિવાદને લઈને બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી જેના માટે પોલીસ ફોર્સ તૈનાત છે. પરિસ્થિતિને જાેતા જાે જરૂર પડશે તો કલમ ૧૪૪ લાગુ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Imran Khan: અડિયાલા જેલ વિવાદ: ઈમરાનને લઈને નવાઝ અને પીટીઆઈ વચ્ચે મતભેદ, પરિવાર હજુ પણ અજાણ

    November 27, 2025

    Education: RRB ગ્રુપ D પરીક્ષા આવતીકાલથી શરૂ થશે, 32,348 ખાલી જગ્યાઓ માટે ભરતી

    November 26, 2025

    Maharashtra Municipal Council Elections: 2 ડિસેમ્બરે મતદાન છે, પરંતુ ભાજપે ઘણા વોર્ડમાં ઉમેદવારી પત્રો ભર્યા છે

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.