Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»જમીન પર ઝાડ કાપવા મુદ્દે દલિત વ્યક્તિને માર્યો માર
    India

    જમીન પર ઝાડ કાપવા મુદ્દે દલિત વ્યક્તિને માર્યો માર

    Shukhabar DeskBy Shukhabar DeskJune 19, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશના એટાહ જિલ્લામાં એક ૩૨ વર્ષીય દલિત વ્યક્તિને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો. ઉચ્ચ જાતિના કેટલાંક શખસોએ આ દલિત વ્યક્તિને ર્નિદયતાપૂર્વક માર માર્યો હતો અને તેના પ્રાઈવેટ પાર્ટને કથિત રીતે કાપી નાખ્યો હતો. વાત માત્ર એટલી જ હતી કે, ઉચ્ચ જાતિના લોકોએ જમીન પર ઝાડ કાપવાને લઈને વાંધો ઉઠાવ્યો હતો અને આખો મામલો વણસ્યો હતો. પીડિત સતેન્દ્ર કુમારે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, આ શખસોએ તેની ચાર મહિનાની ગર્ભવતી પત્ની પર પણ કુહાડીથી હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. કોતવાલી દેહાત પોલીસ સ્ટેશન હેઠળ આવતા હસનપુર ગામમાં બનેલી આ ઘટના વિશે વાત કરતા પીડીતે  તે હજુ પણ આઘાતમાં છે. પીડિતે દાવો કર્યો કે, તેના પ્રાઈવેટ પાર્ટને અડધાથી પણ વધારે વ્યાસના ભાગને કાપી દીધો હતો.

    પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બે શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. વિક્રમ સિંહ ઠાકુર અને સત્યેન્દ્ર ઉર્ફે ભુરા ઠાકુર સામે આઈપીસીની કલમ દ્ગજી ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ અને એસસી એસટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. કોતવાલી દેહાતના પોલીસ અધિકારી શંભુનાથ સિંહે જણાવ્યું કે, બે આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિતા કે જે બાળકોનો બાપ છે તેમણે જણાવ્યું કે, ગઈ ૧૪ જૂનના રોજ ઉંચી જાતિના લોકો મારી જમીન પર ઝાડ કાપી રહ્યા હતા. આ વાત પર જ્યારે મેં વાંધો ઉઠાવ્યો તો તેઓએ મને અપશબ્દો કહ્યા હતા અને જાતિસૂચક શબ્દો પણ વાપર્યા હતા. એ પછી વિક્રમ અને ભુરાએ મને પકડી લીધો હતો અને માર માર્યો હતો. વિક્રમે તેી પાસે રહેલું ચાકુ કાઢ્યું હતું અને મારો પ્રાઈવેટ પાર્ટ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગંભીર ઈજા પહોંચી હતી. ડૉક્ટરોએ પણ ઘા પર બાર જેટલાં ટાંકા લીધા હતા.

    જ્યારે આ ઘટના બની તો મદદ માટે મેં બૂમો પાડી હતી, એ સમયે ચાર મહિનાની ગર્ભવતી મારી પત્ની દોડી આવી હતી. તેના પર પણ ભુરાએ કુહાડી વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા કાંડા પર ઈજા પહોંચી હતી. જ્યારે આરોપીઓ પાસેથી અમે ભાગવાનો પ્રયાસ કર્યો તો તેઓએ અમારો પીછો કર્યો હતો. એ પછી તેઓ અમારા ઘરમાં ઘુસી આવ્યા હતા અને મારી પત્નીને ર્નિદયતાપૂર્વક માર માર્યો હતો. બીજી તરફ, મને લોહી નીકળી રહ્યું હતું અને દયા માટે આજીજી કરી રહ્યો હતો. જતા જતા તેઓએ એવી પણ ધમકી આપી કે, જાે આ વાતની જાણ પોલીસને કરી તો જાનથી મારી નાખીશું, એવું પીડિતે જણાવ્યું હતું. તો પીડિતની પત્નીએ જણાવ્યું કે, હજું પણ તેઓ આઘાતમાં છે. અમે પોલીસનો સંપર્ક કર્યો છે, પણ અમારી ફરિયાદ નોંધવામાં આવી નહોતી. ત્યારબાદ અમે આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવવા માટે વકીલનો સંપર્ક કર્યો હતો. હવે અમે આ ગામમાં રહીશું નહીં. બીજી તરફ, આરોપીઓના સંબંધીઓ અમને આ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ધમકી આપી રહ્યા છે. સાથે જ હું મારા થનારા બાળકની સ્થિતિને લઈને પણ ખૂબ ચિંતિત છું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Waterfalls near Varanasi:વારાણસીથી 100 કિમીની અંદરના પર્યટન સ્થળ

    July 1, 2025

    Sawan Mehndi Design:સાવન માટે 6 સુંદર અને સરળ અરબી મહેંદી ડિઝાઈન્સ

    July 1, 2025

    India-Ghana relations:પીએમ મોદી ઘાના મુલાકાત

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.