આણંદ જિલ્લામાં શાળા બાંધવાના કામમાં નબળી ગુણવત્તાનો માલસામાન વપરાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, તારાપુર તાલુકાના મોરજ અને ખાખસર ગામમાં શાળાનું મકાન નવું બની રહ્યું છે. શાળાના નિર્માણમાં જ કોન્ટ્રાક્ટર-એન્જિનિયરની મીલીભગતથી કામ થઈ રહ્યું હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.
ગુજરાતના આણંદ જિલ્લાની બે શાળાના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળું મટિરિયલ વપરાયું હોવાનું ખૂલતાં હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ તારાપુર તાલુકાના મોરજ અને ખાખસર ગામમાં શાળાના સમારકામને લઈ અનેક સવાલો ઊભા થયા છે. જેમાં શાળાના નિર્માણમાં કોન્ટ્રાક્ટર-એન્જિનિયરની મીલીભગતથી કામ થઈ રહ્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
આ તરફ ગ્રામજનોએ નબળા માલસામાનનો વીડિયો બનાવ્યો અને એન્જિનિયરને બતાવ્યો હતો. જાેકે ગ્રામજનોએ એન્જિનિયરને વીડિયો બતાવતા સ્થળ છોડીને ભાગ્યા હતા. આ તરફ હવે એન્જિનિયર ગ્રામજનોને આ મામલાની કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરવાનું કહી રહ્યાં છે. વિડીયો મુજબ નિર્માણમાં વપરાઈ રહેલી ઈંટો હાથમાં લેતા જ ભુક્કો થઈ જાય છે. મહત્વનું છે કે, જાગૃત ગ્રામજનોએ શાળાના નિર્માણમાં તપાસ કરતાં ગેરરીતિઓ જાેઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. જેને લઈ ગ્રામજનોએ આ સમગ્ર વિડીયો બનાવ્યો હતો. જેમાં મોરજ અને ખાખસરની શાળાના સમારકામમાં નબળી ગુણવત્તાના માલસામાનથી નિર્માણ થઈ રહ્યાનો આરોપ કરવામાં આવ્યો છે. જેને લઈ સ્થાનિક ગામવાસીઓએ તાલુકા એન્જિનિયરને સ્થળ પર બોલાવી ફરિયાદ કરી હતી.
અહી સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, આણંદ જિલ્લાનાઅ તારાપુર તાલુકાના મોરજ અને ખાખસર ગામની જે શાળાના સમારકામનો જે વઈડો સામે આવ્યો છે તે શાળાઓનું કામ એક જ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું છે. આ તરફ કોન્ટ્રાક્ટર નબળી ગુણવત્તાનો સામાન વાપરી રહ્યાંની ફરિયાદ ગ્રામજનોએ કરતાં અનેક સવાલો ઊભા થયા છે.