રાજ્યમાં વધુ ૬ IPS અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. આપને જણાવીએ કે, ૬ આઈ પી એસની બદલી કરાઈ છે જ્યારે ૨ ડીવાયએસપીની બદલી કરાઈ છે. રાજ્ય પોલીસ દળમાં ફરજાે બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે
નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે બદલી કરાઈ છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.
ગઈકાલે અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી કે એન શાહની સહકાર વિભાગના રજીસ્ટ્રાર તરીકે બદલી કરાઈ હતી જ્યારે દિપેશ કેડિયાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઈબલ એરીયા – અરવલ્લીને જિલ્લા વિકાસ અધિકારીનો વધારોનો હવાલો સોંપાયો હતો.