વર્ષ ૧૯૮૮માં એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ વીરાના હતું. આ હોરર ફિલ્મ જાેઈને ઘણા લોકોવી આત્મા પણ કાંપી ગઇ હતી. તે વર્ષની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ હતી. જાે તમે આ ફિલ્મ જાેઈ હોય તો તમને તેની સુંદર હિરોઈન તો યાદ જ હશે. જેને જાેઈને લોકો ફિલ્મના દિવાના થઈ ગયા હતા. તેનું નામ જાસ્મીન ધુન્ના છે. આ ફિલ્મથી જાસ્મિન રાતોરાત સ્ટાર બની ગઈ હતી. તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી હતી પરંતુ ખબર નહીં એવું શું થયું કે તે અચાનક ગ્લેમરની દુનિયામાંથી ગાયબ થઈ ગઈ. જાેકે હવે ખબર પડી ગઈ છે કે જાસ્મિન ક્યાં છે અને તે આ દિવસોમાં શું કરી રહી છે. ફિલ્મ ‘વીરાના’માં કામ કરી ચૂકેલા હેમંત બિર્જેએ જાસ્મીન ધુન્ના વિશે મોટો ખુલાસો કર્યો છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન હેમંતે કહ્યું કે, ‘જાસ્મિન એકદમ ઠીક છે અને હું હજુ પણ તેની સાથે વાત કરું છું. તે તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તેણે વિનોદ ખન્ના સાથે સરકારી મેહમન નામની ફિલ્મમાં કામ કર્યું હતું. બીજી મારી સાથે. વીરાના ફિલ્મના કારણે તેનું નામ મોટું થઇ ગયુ હતું. પછી ખબર નહીં તે અચાનક ક્યાંક ગાયબ થઈ ગઈ હતી. થોડા વર્ષો પહેલા મેં ફોન કરીને પૂછ્યું કે તમે ક્યાં છે? બીજે દિવસે તેણે મને ફોન કર્યો અને કહ્યું કે હું તારા માટે ઘણા કપડાં લાવી છું, પરંતુ હું ખૂબ વ્યસ્ત હોવાથી તેને મળવા જઈ શક્યો નહીં. હેમંત બિર્જેએ વધુમાં જણાવ્યું કે જાસ્મીન ધુન્ના અમેરિકામાં રહે છે.
વર્સોવામાં તેમનું ઘર પણ છે પરંતુ મોટાભાગે અમેરિકા જવાનું-આવવાનું રહે છે. તેની પાસે બિઝનેસ છે. હેમંત બિર્જે એ પણ ખુલાસો કર્યો કે તે જ્યાં પણ શો કરવા જાય છે ત્યાં લોકો તેના વિશે નહીં પણ જાસ્મિન ધુન્ના વિશે પૂછે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘વીરાના’નું નિર્દેશન તુલસી રામસે અને શ્યામ રામસેએ કર્યું હતું. શરૂઆતમાં લોકો ‘વીરાના’ને બી-ગ્રેડ ફિલ્મ કહેતા હતા પરંતુ જ્યારે તે રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મમાં હેમંત બિર્જે અને જાસ્મીન ધુન્ના ઉપરાંત સતીશ શાહ, કુલભૂષણ ખરબંદા, રાજેશ વિવેક, વિજય અરોરા, રાજેન્દ્રનાથ મલ્હોત્રા અને ગુલશન ગ્રોવર જેવા સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.