સામાન્ય જીવનમાં દરરોજની જરૂરીયાત પૂરી કરવા માટે દરેક વધારાની કમાણી કરવા વિશે વિચારે છે. પરંતુ આ એક્સ્ટ્રા આવક ક્યાંથી આવે છે અને કેટલી મોંઘી પડી શકે છે, તેની ચુકવણી અમદાવાદના એક સીનિયર એકાઉન્ટેન્ટે કરવી પડી છે. મેમનગરમાં એક સોફ્ટવેર ડેવલપર કંપનીનો એકાઉન્ટેન્ટ એક્સ્ટ્રા કમાણી કરવા ઈચ્છતો હતો, જે લાઇક-સબ્સક્રાઇબ ગેંગ ચલાવતા અજાણ્યા ઠગોના ચક્કરમાં પડી ગયો. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિત પાસે ૧૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાની વાત સામે આવી છે.છેતરપિંડી ગેંગે પીડિત કૌશિક મકવાણાને પૈસા કમાવવા અને શોર્ટ ટાઇમ નોકરીની લાલચની સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પીડિતને ના પાડવાનું મુશ્કેલ લાગ્યું. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયોને લાઇક અને સબ્સક્રાઇબ કરી તેનો પ્રચાર કરે. બાવળા પોલીસ સ્ટેસનમાં નોંધાયેલી એફઆઈઆરપ્રમાણે પીડિતને ૨ જુલાઈએ એક વોટ્સએપ સંદેશના રૂપમાં નોકરીની ઓફર મળી હતી. મકવાણાએ તે નંબર પર વ્યક્તિનો સંપર્ક કર્યો અને પ્રમોટરે નોકરી સાઇન અપ કરવાના ચાર્જના રૂપમાં ૧૫૦ રૂપિયાની ચુકવણી કરવાનું કહ્યું, જેનાથી તેની કમાણી થશે. ૫૦ રૂપિયાથી ૨ હજાર રૂપિયા સુધી. પૈસા કમાવવા માટે તેણે માત્ર કેટલાક વીડિયોને લાઇક અને સબ્સક્રાઇબ કરવું પડશે.
મકવાણાએ ૧૫૦ રૂપિયાની ચુકવણી કરી ખુદને એક ટેલીગ્રામ ચેનલની સાથે રજીસ્ટર કરાવ્યો. ત્યારબાદ વીડિયો અને પોસ્ટ લાઇક કરીને બે દિવસમાં ૧૦૦થી ૩૦૦ રૂપિયાની કમાણી કરી. પછી અજાણ્યા લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ અને વીડિયોને લાઇક કરવા અને મેમ્બરશિપ લેવા માટે મકવાણાનો સંપર્ક કર્યો તો તે તત્કાલ રાજી થઈ ગયો. પરંતુ આ વખતે છેતરપિંડી કરનારી ગેંગે રજીસ્ટ્રેશન ચાર્જની આડમાં ૩૦ હજાર રૂપિયાથી ૯૦૦૦૦ રૂપિયા સુધીની ચુકવણી કરાવી લીધી.
ધીમે-ધીમે ગેંગે ભૂલ કરવા માટે પીડિત મકવાણા પાસેથી પૈસા માંગવાનું શરૂ કરી દીધુ. પીડિતને કહેવામાં આવ્યું કે જે વીડિયોને લાઇક કરવાનું કહેવામાં આવ્યું હતું, તેણે તેની જગ્યાએ બીજા વીડિયોને લાઇક કરી દીધુ, તેનાથી તેને મોટુ નુકસાન થયું છે. ત્યારબાદ ગેંગે પીડિતને કહ્યું કે તે નુકસાનના પૈસા નહીં ચુકવે તો તેની આવક થશે નહીં. ત્રણથી પાંચ જુલાઈ વચ્ચે નવ લોકોને આશરે ૧૬ લાખ રૂપિયા આપ્યા બાદ પણ તેને પૈસા મળ્યા નહીં. ત્યારબાદ પીડિતને ભાન થયું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. આ ઘટના બાદ પીડિતે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે.