દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જાેરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. આગામી ૩ કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પવનની ગતિ ૪૦ કિમી પ્રતિ કલાકની રહી શકે છે. પાલનપુરમાં વરસેલા વરસાદથી રસ્તાઓ જળબંબાકાર થયા હતા. આબુ રોડ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયા હતા. અંબાજી હાઈ વે સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી.
બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગઠામણ પાટીયા, સૂરમંદિર, બિહારી બાગમાં પાણી ભરાયા હતા. મલાના પાટીયા, ધણીયાના ચોકડી સહિતના રોડ પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા બિહારી બાગ પાસે ટ્રક ખાડામાં પલટી ગઇ હતી. પાલનપુરઃ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર જાેવા મળી હતી. બનાસકાંઠાના લાખણી પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સુખબાગ રોડ, અમન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી આઠથી દસ સોસાયટીમાં પાણી ભરાયા હતા. લાખણી, દાંતા અને દિયોદરમાં વરસાદ વરસ્યો હતો. દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ભેજવાળી ગરમીમાંથી રાહત મળી છે. ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક જાેરદાર વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદનો બીજાે રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૭ તાલુકામાં વરસાદ પડ્યો છે. આવો જાણીએ ક્યા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો.