ટૂંક સમયમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના નાના સેટેલાઇટ લોન્ચ વ્હીકલને ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરશે. આ પહેલા, તે રોકેટ દ્વારા બે ડેવલપમેન્ટ ફ્લાઇટ્સ લોન્ચ કરશે, જે ૫૦૦ કિગ્રા વજનના ઉપગ્રહોને લો-અર્થ ઓર્બિટમાં મૂકવા માટેની સેવાઓ પ્રદાન કરે છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેસ એજન્સીએ મિની રોકેટને ઉદ્યોગમાં સ્થાનાંતરિત કરવા માટે બિડિંગ રૂટ પર જવાનું નક્કી કર્યું છે. અમે એસએસએલવીને સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રને ટ્રાન્સફર કરીશું. ગયા વર્ષે ઓગસ્ટમાં એસએસએલવીની પ્રથમ ઉડાન બીજા તબક્કાના વિભાજન દરમિયાન ‘ઇક્વિપમેન્ટ બે ડેક’ પર સંક્ષિપ્ત વાઇબ્રેશન ડિસ્ટર્બન્સને કારણે વિક્ષેપિત થઈ હતી.
ઈસરોએ ખામીનું સંપૂર્ણ વિશ્લેષણ કર્યું અને સુધારાત્મક પગલાં લીધા અને પછી ફેબ્રુઆરીમાં સફળતાપૂર્વક એસએસએલવી લોન્ચ કર્યું. એસએસએલવી એ ઈસરોના ઈઓએસ-૦૭, અમેરિકન કંપની અન્તરિસ જાનુસ -૧ અને ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ-અપ ‘સ્પેશ કિડ્ઝ કેએસ આઝાદી એસએટી -૨ ઉપગ્રહોને ૪૫૦-કિમીની ભ્રમણકક્ષામાં મૂક્યા છે.નાના રોકેટ, જેમ કે એસએસએલવી, ટાર્ગેટ નેનો- અને માઇક્રો-ઉપગ્રહ, જેનું વજન અનુક્રમે ૧૦ ાખ્ત અને ૧૦૦ ાખ્ત કરતાં ઓછું છે અને માંગ પર પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડે છે.
ગયા વર્ષે ઈસરોએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને લાર્સન એન્ડ ટુબ્રોના કન્સોર્ટિયમને પાંચ ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ઈન્ડિયન સ્પેસ એસોસિએશન અને કન્સલ્ટન્સી ફર્મ ઈવાય ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલ તાજેતરનો અહેવાલ જણાવે છે કે, ભારતનો સ્થાનિક સ્પેસ ઉદ્યોગ ૨૦૨૫ સુધીમાં કોમર્શિયલ સેટેલાઇટ લોન્ચિંગ સેવાઓ દ્વારા અર્થતંત્રમાં ૧૩ બિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. એસએસએલવી એ એસએલવી-૩, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી અને માર્ક-ૈંૈંૈં (એલવીએમ-ૈંૈંૈં) પછી ઈસરો દ્વારા વિકસિત છઠ્ઠું પ્રક્ષેપણ વાહન હતું. એસએલવી -૩ અને એએસએલવી હવે નિવૃત્ત થઈ ગયા છે.