Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»આરોપીઓ એક ધાર્મિક સ્થળ પર હુમલો કરવાના દોષી જાહેર થયા હતા સાઉદી અરબમાં એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા
    WORLD

    આરોપીઓ એક ધાર્મિક સ્થળ પર હુમલો કરવાના દોષી જાહેર થયા હતા સાઉદી અરબમાં એક સાથે પાંચ આરોપીઓને ફાંસીની સજા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉદી અરબે એક સાથે પાંચ આરોપીઓને ફાંસની સજા આપી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અપાયેલી આ સૌથી મોટી સામૂહિક મોતની સજા છે. મરનારાઓમાં ચાર સાઉદી અને એક ઈજિપ્તના નાગરિકનો સમાવેશ થાય છે. તેઓ એક ધાર્મિક સ્થળ પર હુમલો કરવાના દોષી જાહેર થયા હતા. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા હતા અને બીજા સેંકડો ઘાયલ થયા હતા.

    જાેકે આ ધાર્મિક સ્થળ પર હુમલો ક્યારે અને કેવી રીતે કરવામાં આવ્યો હતો તેનો ખુલાસો સાઉદી અરબ દ્વારા હજી સુધી કરવામાં આવ્યો નથી.
    આ સાથે જ આ વર્ષે સાઉદી અરબમાં ૬૮ લોકોને ફાંસી અપાઈ ચુકી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે સાઉદી અરબે ૧૪૭ લોકોને ફાંસી આપી હતી. જ્યારે ૨૦૨૧માં ૬૯ લોકોને મોતની સજા આપવામાં આવી હતી. ૨૦૨૨માં જેમને ફાંસી અપાઈ હતી તેમાં આતંકવાદ સાથે સંકળાયેલા ૮૧ લોકોને તો એક જ દિવસે મોતની સજા અપાઈ હતી.

    સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ એક તરફ સામાજિક અને આર્થિક રીતે બદલાવ કરીને દેશની ઈમેજ બદલવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જ સાઉદી અરબમાં ફાંસની ઘટનાઓમાં વધારો થયો છે. તેમણે તાજેતરમાં જ કહ્યુ હતુ કે, જાે કોઈ વ્યક્તિ લોકોના જીવ ખતરામાં મુકશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આ સિવાયના અપરાધોમાં સરકાર નરમ વલણ અપનાવશે. લોકોના જીવ લેવાથી મોટો કોઈ અપરાધ નથી અને આવા અપરાધ માટે કાયદો આકરો જ હોવો જાેઈએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Turkey US Millitary Deal: તુર્કી અને અમેરિકા વચ્ચે મોટા સૈન્ય કરાર પર સહમતિ

    May 15, 2025

    US President Donald Trump: ભારતે અમેરિકા માટે ઝિરો ટેરિફ ટ્રેડ ડીલની ઓફર કરી

    May 15, 2025

    Pakistan Earthquake: પાકિસ્તાનમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપના આંચકા અનુભવાયા

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.