રાજકોટથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. શુભમ બગથરીયા નામનો યુવક સામેથી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો છે. મહત્વનું છે કે, યુવકે આજીડેમમાં આપઘાત કરવા જતાં પહેલા વીડિયો બનાવ્યો હતો. ગઇકાલે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ૧૨ કલાક સુધી ડેમમાં શોધખોળ કરી હતી.છેલ્લા ૨૪ કલાકથી રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા શુભમ બગથરીયાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં વીડિયો બનાવી આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે.
ઝ્રછનો અભ્યાસ કરનારા અને બેન્કિંગ વ્યવહારો સંભાળનારા રાજકોટના ૨૧ વર્ષીય શુભમ બગથરીયાનો આપઘાત કરવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે શુભમ બગથરીયાની આજીડેમ ખાતે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં બયાન નથી કરી શકતો, આજી નદી છે, હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના ૬૫,૦૦૦ રૂપિયા, હર્ષના ૩૦,૦૦૦, અશ્વિનભાઈના ૨૦,૦૦૦ અને ૧૫,૦૦૦ એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજાે, અને બની શકે તો, મને માફ કરી દેજાે, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજાે પ્લીઝ