Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદનો શખસ ભરાઈ ગયો છોકરાના Gmail ઉપયોગ કરી હેકર્સે ફેક એપ લોન્ચ કરી
    Gujarat

    અમદાવાદનો શખસ ભરાઈ ગયો છોકરાના Gmail ઉપયોગ કરી હેકર્સે ફેક એપ લોન્ચ કરી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઓનલાઈન ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક આવી જ ઘટના સામે આવી છે. દેવેન્દ્ર ગોહિલ નામના શખસ પર એક કોલ આવ્યો હતો અને આ કોલનો જવાબ આપ્યા બાદ થોડો ટિ્‌વસ્ટ આવ્યો હતો. સામે છેડેથી એક સ્ત્રી બોલતી હતી અને તે રડી રહી હતી. તેણે દેવેન્દ્રને વિનંતી કરી કે, તેણે રુપિયા ઉધાર લીધા હતા અને હવે તેઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે, તો તે મદદ કરે. તેણીનીએ કહ્યું કે, તેણે દેવેન્દ્ર ગોહિલની લોન એપ કેન્ડીકેશમાંથી નાનકડી રકમ ઉધાર લીધી હતી. જાે કે, આ લોન એપ દ્વારા વધારે પડતું વ્યાજ લેવામાં આવતું હોઈ તે ચૂકવવામાં અસમર્થ હતી. દેવેન્દ્ર ગોહિલે કહ્યું કે, મહિલાએ તેને કહ્યું કે, જાે આ રીતે ત્રાસ આપવાનું ચાલુ રહેશે તો તે તેના જીવનનો અંત આણી દેશે. ગોહિલે તેને જણાવ્યું કે, તેની પાસે આવી કોઈ જ મોબાઈલ એપ નથી, પરંતુ તે રાજકોટમાં એનબીએફસી ફર્મ ચલાવે છે.

    જે ડીલિંગ બેનેફિશિયલ ફાઈનાન્સિયલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઓફલાઈન ફાઈનાન્સામાં વ્યવહાર કરે છે. મહિલાની વાત સાંભળીને દેવેન્દ્ર ગોહિલે પ્લેસ્ટોર ચેક કર્યું અને કેન્ડીકેશ નામની મોબાઈલ એપ્લીકેશન તેમની કંપનીના નામે રજીસ્ટર થયેલી હતી. સાથે જ તેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જુનાગઢની બ્રાંચ ઓફિસના એડ્રેસ પણ હતા. દેવેન્દ્ર ગોહિલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, મારી એનબીએફસી નામની ફર્મ એ આરબીઆઈ દ્વારા મંજૂર કરવામાં આવેલી છે અને એપ્લીકેશને પ્લેસ્ટોર પરની માહિતીમાં વિશ્વાસપાત્ર હોવાનો દાવો કર્યો હતો. એ પછી ચોવીસ કલાકમાં જ દેવેન્દ્ર ગોહિલે ૨ જૂનના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને બાદમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર ફોરેન્સિક અને સાયબર સેલનો પણ સંપર્ક કર્યો હતો.

    દેવેન્દ્ર ગોહિલે જણાવ્યું કે, સમય પસાર થઈ રહ્યો હતો અને જાે કોઈ ત્રાસના કારણે આપઘાત કરે તો એના માટે હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું. ગુજરાત સીઆઈડી ક્રાઈમના સાયબર ફોરેન્સિક એન્ડ પ્રિવેન્શનના પોલીસ ઈન્સપેક્ટર મનીષ ભાખરીયાએ જણાવ્યું કે, અમે મોબાઈલ ટ્રેસ કર્યો હતો અને એવું પણ સામે આવ્યું કે, કેન્ડીકેશ નામની એપ્લીકેશન લોન્ચ કરવા માટે પ્લેસ્ટોરમાં એક જીમેઈલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ એકાઉન્ટ ચેક કર્યુ તો જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ જીમેઈલ એકાઉન્ટ અમરેલીના બાબરા તાલુકામાં રહેતા ૧૪ વર્ષના વિદ્યાર્થીના નામે હતું.

    આ બધુ શું ચાલી રહ્યું છે એના વિશે આ વિદ્યાર્થી પણ કંઈ જાણતો નહોતો. આ દરમિયાન આવી જ રીતે ભોગ બનેલા લખનૌ અને અમદાવાદના પીડિતોએ દેવેન્દ્ર ગોહિલને ફોન કરવાનું શરું કર્યુ હતુ. એટલું જ નહીં ચાર શખસો તો રિવરફ્રન્ટ ખાતે આવેલી તેમની ઓફિસે પણ પહોંચ્યા હતા. એ પછી પોલીસને ટીમે તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે, હેકરે વીપીએન એકાઉન્ટનો ઉપયોગ કરીને બેંગાલુરુ બેઝ્‌ડ સર્વરનો ઉપયોગ કરીને આ એપ લોન્ચ કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મહિલાઓનું લોકપ્રતિનિધિત્વ વધશે મહિલા અનામત બિલથી ગુજરાતને મજબૂત ફાયદો થશે

    September 20, 2023

    કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે

    September 20, 2023

    ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ અમદાવાદ ; સાબરમતી નદીમાં છોડાયું પાણી

    September 20, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version