Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»અનુપમાને ફેરવેલ પાર્ટી આવશે શાહ-કપાડિયા પરિવાર અનુપમા ફેમ છવી પાંડેની શોમાંથી રાતોરાત એક્ઝિટ?
    Entertainment

    અનુપમાને ફેરવેલ પાર્ટી આવશે શાહ-કપાડિયા પરિવાર અનુપમા ફેમ છવી પાંડેની શોમાંથી રાતોરાત એક્ઝિટ?

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અનુપમા હોય કે અનુજ કપાડિયા… વનરાજ શાહ હોય કે કાવ્યા… રૂપાલી ગાંગુલી સ્ટારર શોના એક-એક પાત્ર દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. રાજન શાહી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવતો આ શો શરૂઆતથી જ ટીઆરપી ચાર્ટમાં રાજ કરી રહ્યો છે, તેમાં દેખાડવામાં આવતા ટિ્‌વસ્ટ શ્ ટર્ન્સ તેમજ ડ્રામા દર્શકોને ટીવી સ્ક્રીન સામે બેસી રહેવા માટે મજબૂર કરે છે. છવી પાંડે દ્વારા પ્લે કરવામાં આવેલી રહેલું માયાનું પાત્ર અનુ અને અનુજના લગ્નજીવનમાં ખરા અર્થમાં વિલન સાબિત થયું છે. બંને ઘણા સમય પહેલા જ સેપરેટ થઈ ગયા છે. અનુપમા જ્યાં એક તરફ પોતાના ડાન્સ પર ફોકસ કરી રહી છે તો અનુજ માનસિક બીમાર માયાનું ધ્યાન રાખી રહ્યો છે. પરંતુ લેટેસ્ટ ખબર પ્રમાણે, ખૂબ જલ્દી અનુપમા અને અનુજ વચ્ચેનું અંતર દૂર થશે, કારણે માયાની શોમાંથી એક્ઝિટ થવાની છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, છવી પાંડેની ‘અનુપમા’ સીરિયલમાંથી એક્ઝિટ થવાની છે, કારણ કે તેના પાત્ર માયાનો અંત આવવા જઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ્‌સમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, અનુજ કપાડિયા આખરે માયાને તેની માનસિક બીમારીની સારવાર માટે હોસ્પિટલ મોકલશે. માયા અનુપમાની ખુશીઓને છીનવવા માટે ઘાતકી પ્લાન ઘડશે અને તે પરથી અનુજ ર્નિણય લેશે. આ રીતે માયાના ટ્રેકનો અંત આવશે. આ તો હાલ માત્ર અટકળો છે અને માયાના રોલ પર ધ એન્ડ મૂકવામાં આવે છે કે કેમ તે તો આગામી સમયમાં જ જાણ થશે. છવી પાંડે કે મેકર્સમાંથી કોઈએ પણ હજી સુધી શોમાંથી તેની એક્ઝિટ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. અનુપમા’માં આગામી સમયમાં હજી ઘણા ટિ્‌વસ્ટ આવવાના છે, ત્યારે શાહ અને કપાડિયા પરિવાર અમેરિકા જઈ નવી જર્ની શરૂ કરે તે પહેલા અનુપમાને યાદગાર ફેરવેલ પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. બામાં પણ પરિવર્તન આવ્યું છે અને અનુપમાની ફેરવેલ પાર્ટીને સ્પેશિયલ બનાવવા માટે તેઓ તેની ફેવરિટ ડિશ બનાવે છે. બીજી તરફ અનુજ અને પાખી પણ કપાડિયા મેન્શનમાં અનુપમા માટે સરપ્રાઈઝ તૈયાર કરી રહ્યા છે. જે કંઈ થઈ રહ્યું છે તે જાેઈને માયા વધુ ગુસ્સે થઈ જાય છે. અનુપમા તેની પાસેથી અનુજને છીનવી લેશે તેવા ડરથી તેને એંગ્ઝાયટી અટેક આવે છે. કેટલાક રિપોર્ટ્‌સમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે, ફેરવેલ પાર્ટીમાં અનુપમા અને અનુજને રોમાન્સ કરતાં જાેઈ માયાને ઈર્ષ્યા થશે. તે રસોડામાં જશે અને ત્યાંથી ચપ્પુ લઈ આવી અનુપમા પર હુમલો કરશે. માયાએ હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલી અનુપમાનું અમેરિકા જવાનું સપનું ભાંગી જશે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દાખલ કરાયેલી અનુપમાને ત્રણ મહિના સુધી સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપવામાં આવશે. બીજી તરફ, પાખી અધિકની માફી માગશે, પરંતુ તે તેના સંબંધો ખતમ થઈ ગયા હોવાનું કહેશે. બરખા પણ પાખીને ટોણો મારવાની એક તક નહીં છોડે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    ગીત “ઝાંઝરિયા'”ખૂબ જ હિટ રહ્યું હતું એક ગીત માટે કરિશ્મા કપૂરે બદલવા પડ્યા હતા ૩૦ વખત કપડા

    September 26, 2023

    ટાઈગર ૩ દિવાળી પર ૧૦ નવેમ્બરે રિલીઝ થશે સલમાન ખાન અને કેટરીનાની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે

    September 26, 2023

    જીવનમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો છે ફિરોઝ ખાને પોતાના કામના દમ પર ઈન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી હતી

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version