બોલિવૂડની શર્મા સિસ્ટર્સ એટલે કે નેહા શર્મા અને આયશા શર્માએ આ દિવસોમાં સતત ઇન્ટરનેટનો પારો વધારી દીધો છે. બન્ને બહેનેઓ પોતપોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કરીને લોકોને વિચારમાં પાડી દીધા છે. આ વિડીયોમાં શર્મા સિસ્ટર્સ મોનોકિની પહેરીને બરફથી ભરેલા ટબમાં ઉતરેલા તમે જાેઇ શકો છો. નેહા શર્માએ રેડ અને આયશાએ એનિમલ પ્રિન્ટની મોનોકિની પહેરીને આઇસ વોટરમાં ડુબકી લગાવી છે. વિડીયોમાં આયશા જિમમાં ઇન્ટેસ વર્કઆઉટ કરીને પરસેવો પાડી રહી છે. પછી આ કટઆઉટ મોનોકિની પહેરીને બરફના પાણીમાં ડુબકી મારતી જાેવા મળી રહી છે. આયશા આ વિડીયોમાં એની બહેન નેહાએ પણ કોમેન્ટ કરી છે. જાે કે પોતાનો વિડીયો પણ ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે.

વિડીયોમાં કોમેન્ટ કરતા નેહાએ લખ્યુ છે કે..ધ કુલેસ્ટ કિડ આયશા શર્મા હેલ્ધી લાઇફ સ્ટાઇલને જાળવી રાખવા માટે જાણીતી છે. આયશા પોતાની ફિટનેસ માટે ખૂબ જાણીતી છે. આ સાથે પોતાની હેલ્થ અને સ્કિનની પણ પ્રોપર રીતે કેર કરે છે. જ્યારે નેહા શર્માની વાત કરીએ તો એ પણ આયશાની જેમ આ બાબતે સીરિયસ છે. આ વિશેની સાબિતી નેહાની ફિટનેસ અને સોશિયલ મિડીયા એકાઉન્ટ છે. સામાન્ય રીતે બન્ને બહેનો જીમની બહાર સ્પોટ થતી હોય છે.

Share.
Exit mobile version