Vivo : Vivo એ ભારતમાં V સીરીઝનો વધુ એક ફોન લોન્ચ કર્યો છે. Vivoની આ સિરીઝ વર્ષની શરૂઆતમાં લૉન્ચ થયેલી Vivo V30 સિરીઝનું સ્થાન લેશે. Vivoની નવી સીરીઝમાં પણ કંપનીએ તમામ 50MP કેમેરા આપ્યા છે. આ સિવાય આ સીરીઝ પાવરફુલ બેટરી અને પ્રોસેસર સાથે આવે છે. Vivo V40 અને Vivo V40 Proની ડિઝાઇન લગભગ સમાન છે. જો કે, તમે બંને ફોનના હાર્ડવેર ફીચર્સમાં થોડો તફાવત જોશો.
Vivo V40 શ્રેણી કિંમત
Vivo V40 ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ 8GB RAM + 128GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 512GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા છે. જ્યારે, તેના અન્ય બે વેરિઅન્ટ અનુક્રમે રૂ. 36,999 અને રૂ. 41,999 છે. આ ફોનને ગંગા બ્લુ અને ટાઇટેનિયમ ગ્રે કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.