શવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે જાે પ્રિયંકા ગાંધી વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડશે તો તેમની જીત નિશ્ચિત છે. વારાણસીના લોકો પ્રિયંકા ગાંધીને ઇચ્છે છે. તેમણે દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ છે. રવિવારે (૧૩ ઓગસ્ટ) તેમણે મુંબઈમાં પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં આ દાવો કર્યો હતો. શિવસેના સાંસદે કહ્યું હતું કે, જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો વડાપ્રધાન માટે લોકસભા મતવિસ્તારમાં જીતવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું, મને ખાતરી છે કે પ્રિયંકા જીતશે. રાઉતે કહ્યું કે ૨૦૨૪માં આખો દેશ રાહુલ ગાંધીની સાથે ઉભો રહેશે. આ સાથે તેમણે અમેઠી, વારાણસી અને રાયબરેલી સીટો પર પણ ફેરફારનો દાવો કર્યો હતો. હાલમાં પીએમ મોદી વારાણસીથી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અમેઠીથી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીથી આગામી લોકસભાની ચૂંટણી લડશે તો તેના ચોંકાવનારા પરિણામો આવી શકે છે.
સંજય રાઉતે કહ્યું, “ભારતમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને કોંગ્રેસને લોકોનું સમર્થન મળી રહ્યું છે. જાે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વારાણસી લોકસભા સીટ પરથી ચૂંટણી લડે છે, તો પીએમ મોદી માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જશે અને પ્રિયંકા તેમના પર વિજય મેળવી શકે છે. રાઉતે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન તોડવા માટે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને દોષી ઠેરવવા માટે પીએમ મોદીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, “પીએમ મોદીએ મહારાષ્ટ્રના સાંસદોની બેઠકમાં કહ્યું હતું કે ઠાકરેએ ૨૦૧૪માં ગઠબંધન તોડી નાખ્યું હતું. તેઓ જૂઠું બોલી રહ્યા છે કારણ કે મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિ જાણે છે કે ભાજપના તત્કાલિન નેતા એકનાથ ખડસેએ ઠાકરેને ફોન કર્યો હતો અને તેમને ગઠબંધન તોડવાના ભાજપના ર્નિણયની જાણકારી આપી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે ગઠબંધન ભાજપે નહીં પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું છે. પીએમ મોદીના આ નિવેદન પર ઘણા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે.